મિત્રની વાડીએ મગફળી સાફ કરવાના થ્રેશરનું સેટિંગ કરતી વખતે અચાનક લિફ્ટ ઊંચી થતાં કરુણ દુર્ઘટના સર્જાઈહળવદ : હળવદ તાલુકાના કોયબા ગામની સીમમાં મિત્રની વાડીએ મગફળી કાઢવાના થ્રેસર મશીનમાં સેટિંગ કરતી વેળાએ દુર્ઘટના સર્જાતા આશાસ્પદ યુવકનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.પ્રાપ્ત વિગતો મુજબ હળવદ તાલુકાના કોયબા ગામે રહેતા અને ખેતીકામ કરતા મહેશભાઈ જાલુભાઈ ચૌહાણ ઉ.૩૬) ગત તા. ૨૦ના રોજ પોતાના મિત્ર મેહુલ પટેલની 'નિયોડ સીમ' તરીકે ઓળખાતી વાડીએ મગફળી સાફ કરવાનું થ્રેશર મશીન લઈને ગયા હતા. જ્યાં ટ્રેક્ટર સાથે થ્રેશર જોડીને કામગીરી કરતા હતા, ત્યારે અચાનક ટ્રેક્ટરની લિફ્ટ ઊંચી થઈ ગઈ હતી. આ સમયે મહેશભાઈનું માથું ટોપલીંગ અને ટ્રેક્ટરની પેટી વચ્ચે આવી જતાં ગંભીર ઇજા પહોંચી હતી અને સારવાર દરમિયાન તેમનું કરુણ મોત નીપજયું હતું બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.