મોરબી : મોરબી શહેરના ત્રાજપર ખારી વિસ્તારમાં રહેતા સંદીપ ઉર્ફે સોમો રમેશભાઈ પીપળીયા ઉ.૩૫ ગત તા. ૧૮ નવેમ્બરના સવારે લાતી પ્લોટ શેરી નં. ૬ના ખૂણે ખોડિયાર પાનની દુકાનના ઓટલા પર બેઠા હતા ત્યારે અકસ્માતે ઓટલા પરથી નીચે પટકાતા માથામાં ઇજા થઇ હતી. જે બાદ તેમને પ્રથમ મોરબી અને બાદમાં વધુ સારવાર અર્થે રાજકોટ સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં ચાલુ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.