મોરબી : મોરબી સીટી બી ડીવીઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ગઈકાલે સાંજે ત્રાજપર ગામના અવેળા પાસે જાહેરમાં જુગાર રમતા સંજયભાઈ ઉર્ફે ચનો સવજીભાઈ કુવરીયા રહે. ત્રાજપર અને પ્રવિણભાઈ બચુભાઈ બાબરીયા રહે. કુંતાસી, તા. માળીયા મીયાણા વાળાઓને રોકડા રૂપિયા 710 સાથે તીનપતિ રમતા ઝડપી લઈ બન્ને આરોપીઓ વિરુદ્ધ જુગારધારા મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.