મોરબી : મૂળ ચોટીલા તાલુકાના નાળીયેરી ગામના વતની અને હાલ વાંકાનેરના તરકીયા ગામની સીમમાં વાડીએ રહી ખેત મજૂરી કરતા સંજયભાઈ બીજલભાઈ સરવૈયા ઉ.૨૬ નામના યુવકે ગત તા. ૧૧ નવેમ્બરના રોજ બપોરના સમયે કોઈ અગમ્ય કારણોસર વાડીએ ઝેરી દવા પી લીધી હતી.બાદમાં સારવાર અર્થે મોરબીની મંગલમ હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં તેમનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગેની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.