મકાનમાં 70થી વધુ મણ કપાસ હોવાનું અનુમાન : ગામલોકોએ પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધીમોરબી અપડેટ : મોરબીના રાજપર ગામના નવા પ્લોટમાં મકાનમાં રાખેલા કપાસમાં આગ લાગવાની ઘટના બની છે. આ બનાવમાં કપાસને મોટું નુકસાન થવા સાથે ત્યાં પડેલા 2 બાઈક પણ બળીને ખાખ થઈ ગયા છે.પ્રાપ્ત વિગતો અનુસાર, રાજપરમાં નવા પ્લોટ ખાતે મનસુખભાઈ લોરિયાના મકાનમાં આશરે 70 થી 80 મણ કપાસ રાખવામાં આવ્યો હતો. દરમિયાન કોઈ કારણોસર આજુબાજુમાંથી ફટાકડાનો તણખો કે અન્ય કંઈ ઉડતા રાખેલા કપાસમાં આગ લાગી હતી. આગ લાગતા જ રાખેલા કપાસમાં મોટાભાગે નુકસાની પહોંચી હતી તેમજ ત્યાં પડેલા 2 બાઈક પણ બળીને ખાખ થઈ ગયા હતા. આ અંગેની જાણ થતા જ ગામલોકો દ્વારા પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવામાં આવી હતી.#MorbiUpdate #MorbiNews #Morbi #Rajpar #FireIncident #GujaratNews