વિશ્વ હિન્દુ પરિષદ - દુર્ગાવાહિની દ્વારા વીરાંગનાના શૌર્ય અને દેશભક્તિને યાદ કરી દીકરીઓને દરેક ક્ષેત્રે આગળ વધવાનો સંદેશ અપાયોમોરબી અપડેટ : મોરબીના રવાપર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ – દુર્ગાવાહિની દ્વારા વીરાંગના રાણી લક્ષ્મીબાઈની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે દુર્ગાવાહિની દ્વારા રાણી લક્ષ્મીબાઈની પ્રતિમાની સાફ-સફાઈ કરવામાં આવી હતી તથા પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.આ પ્રસંગે રાણી લક્ષ્મીબાઈના અદમ્ય શૌર્ય, સાહસ, દેશભક્તિ અને સંઘર્ષમય જીવનને યાદ કરવામાં આવ્યું હતું. સાથે જ તેમના જીવનમાંથી પ્રેરણા લઈને દેશની દરેક દીકરીમાં આત્મવિશ્વાસ, હિંમત અને રાષ્ટ્રપ્રેમની ભાવના જાગૃત થાય તેમજ દરેક દીકરી જીવનના દરેક ક્ષેત્રમાં આગળ વધે તેવો પ્રેરણાદાયી સંદેશ આપવામાં આવ્યો હતો.#Morbi #Ravapar #RaniLaxmibai #DurgaVahini #VHP #MorbiUpdate #MorbiNews