મોરબી : મોરબી શહેરના લગધીરપુર રોડ પર આવેલા મેટ્રો સ્ટાર સીરામીક ફેકટરીના લેબર ક્વાર્ટરમાં રહેતા મુકેશકુમાર રાજકુમાર ઉ.૧૯ નામના યુવકે ગઈકાલે બપોરના સમયે કોઈ અગમ્ય કારણોસર લેબર ક્વાર્ટરમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.આપઘાતના આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી યુવાને કયા કારણોસર અંતિમ પગલું ભર્યું તે દિશામાં આગળની તપાસ હાથ ધરી છે.