વર્કરની નોંધણી તેમજ સીસીટીવી કેમેરાનું રેકોર્ડિંગ જાહેરનામા મુજબ ન રાખ્યું હોવાનું ખુલ્યુંવાંકાનેર (મોરબી અપડેટ): મોરબી એસ.ઓ.જી. (SOG) ની ટીમે વાંકાનેર તાલુકાના ઢુવા ચોકડી પાસે આવેલા એક સ્પામાં ચેકિંગ હાથ ધરતા જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ થતો હોવાનું સામે આવ્યું હતું. જે મામલે સ્પાના મહિલા સંચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ, મોરબી SOG ની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન તા. 21/11/2026 ના રોજ બપોરે ઢુવા ચોકડી ખાતે રવિરાજ હોટલની બાજુમાં આવેલા 'ઓસમ થાઈ સ્પા' માં તપાસ હાથ ધરી હતી. ચેકિંગ દરમિયાન સ્પાના સંચાલિકા હકુબેન રાજેશભાઈ ભવાણીયા (ઉ.વ. 32, રહે. મકનસર ભક્તિનગર-૨, મોરબી, મૂળ થાનગઢ) એ સ્પામાં કામ કરતા બે વર્કરોના બાયોડેટા ફોર્મ ભરીને પોલીસ સ્ટેશનમાં નોંધણી કરાવી ન હોવાનું તેમજ સી.સી.ટી.વી. કેમેરાનું રેકોર્ડિંગ જાહેરનામા મુજબ ન રાખ્યું હોવાનું જણાઈ આવ્યું હતું. જેને પગલે પોલીસે સંચાલિકાને જરૂરી નોટિસ આપી, તેમના વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.#Morbi #MorbiUpdate #MorbiNews #Wankaner #Dhuva #MorbiSOG #SpaChecking #CrimeNews #MorbiPolice