બગથળા ગામના મોરબીમાં રહેતા સર્વ જ્ઞાતિના સભ્યોએ બાળકોની માર્કશીટની ઝેરોક્ષ તા. 5 ડિસેમ્બર સુધીમાં જમા કરાવી દેવા અનુરોધમોરબી અપડેટ: બગથળા સોશિયલ ગ્રુપ - મોરબી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ડિસેમ્બર મહિનામાં 29 માં સરસ્વતી સન્માન સમારોહ તથા સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સર્વ જ્ઞાતિના આ વિશિષ્ટ ગ્રુપમાં મોરબીમાં વસતા બગથળા ગામના દરેક જ્ઞાતિના સભ્યો જોડાયેલા છે. આ કાર્યક્રમ અંતર્ગત તમામ સભ્યોને પોતાના બાળકોની માર્કશીટની ઝેરોક્ષ કોપી આગામી તા. 5-12-2026 સુધીમાં નીચે દર્શાવેલ સ્થળોએ પહોંચાડી આપવા અપીલ કરવામાં આવી છે. નિર્ધારિત તારીખ બાદ કોઈપણ સભ્યની માર્કશીટ સ્વીકારવામાં આવશે નહીં.માર્કશીટ જમા કરાવવાના સ્થળો: • કિસાન મેડિકલ સ્ટોર, સુપર માર્કેટ, શનાળા રોડ, મોરબી • પૂજા નોવેલટી સ્ટોર, નીલકંઠ સ્કૂલ સામે, રવાપર રોડ, મોરબી • નકલંક ટ્રેડર્સ, આલાપ રોડ (મનજીભાઈ ઠોરિયા) • કલ્પેશભાઈ મસોત, આલાપ નગર • આનંદ સેલ્સ, ધરતી ટાવર-1 ની બાજુમાં, રાજા પાણી વાળી શેરી (કિશનભાઈ ઠોરિયા) • મોહિતભાઈ બાપલીયા, કેપિટલ માર્કેટ, બેંક ઓફ મહારાષ્ટ્રની બાજુમાંઆ ઉપરાંત, જે વિદ્યાર્થીઓ કે સભ્યોને સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેવો હોય તેઓએ પોતાના નામ ધરતીબેન બરાસરા પાસે લખાવી આપવા ગ્રુપ દ્વારા જણાવવામાં આવ્યું છે.#Morbi #BagthalaSocialGroup #SaraswatiSanman #Snehmilan #Education #MorbiUpdate #MorbiNews