જિલ્લા કલેક્ટર દ્વારા પાસા વોરંટ ઇશ્યુ કરાતા ટંકારા પોલીસની બે અલગ-અલગ ટીમોએ રાજકોટથી બંને ઇસમોની કરી અટકાયતટંકારા (મોરબી અપડેટ) : ટંકારા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલા રાજકોટના બે ઇસમો વિરુદ્ધ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. બંને આરોપીઓને પાસા (PASA) એક્ટ હેઠળ ડિટેઇન કરીને વડોદરા મધ્યસ્થ જેલ અને જૂનાગઢ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યા છે.મળતી વિગતો અનુસાર, મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશ પટેલની સૂચના અને નાયબ પોલીસ અધિક્ષક સમીર સારડાના માર્ગદર્શન હેઠળ ટંકારા પોલીસ સ્ટેશનના પીઆઈ જે.ડી. ઝાલા દ્વારા પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલા બે ઇસમો વિરુદ્ધ પાસાની દરખાસ્ત તૈયાર કરીને મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ તરફ મોકલવામાં આવી હતી. આ દરખાસ્તને મંજૂર કરીને મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા બંને આરોપીઓના પાસા વોરંટ ઇશ્યુ કરવામાં આવ્યા હતા.પાસા વોરંટ ઇશ્યુ થતા જ આરોપીઓની સત્વરે અટકાયત કરવા માટે ટંકારા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ જે.કે. રાણાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફની અલગ-અલગ બે ટીમો બનાવવામાં આવી હતી. આ ટીમોએ રાજકોટ ખાતેથી મચ્છાભાઈ પરબતભાઈ વરૂ (ઉં.વ. 26, રહે. કાલાવાડ રોડ, કોટેચા ચોક, રાજકોટ) અને મોમભાઈ કરમણભાઈ વરૂ (ઉં.વ. 36, રહે. 150 રીંગ રોડ, એસ.આર.પી. કેમ્પ સામે, મચ્છો માતાજીના મંદિર સામે, રાજકોટ) ને પાસા એક્ટ તળે ડિટેઇન કર્યા હતા. પોલીસે બંને ઇસમોને મધ્યસ્થ જેલ વડોદરા તથા જૂનાગઢ જેલ હવાલે કરીને આગળની કાર્યવાહી પૂર્ણ કરી છે.`#Tankara #Morbi #MorbiUpdate #TankaraPolice #MorbiPolice #PASA #CrimeNews`