માળિયા (મિયાણા): માળિયા (મિયાણા) પોલીસે મોટા દહીંસરાથી નવલખી જવાના રસ્તા પર ફુલકી નદીના કાંઠે ચાલતી દેશી દારૂની ભઠ્ઠી પર દરોડો પાડીને રૂ. 40,000 ની કિંમતનો 1600 લીટર આથો ઝડપી પાડી બે શખ્સોની અટકાયત કરી છે.પ્રાપ્ત વિગતો મુજબ, માળિયા (મિયાણા) પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે મોટા દહીંસરાથી નવલખી ગામ જવાના રસ્તા પર ફુલકી નદીના કાંઠે દેશી દારૂની ભઠ્ઠી ચલાવવામાં આવી રહી છે. આ બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડી 200 લીટરની ક્ષમતાવાળા 8 બેરલમાં ભરેલો આશરે 1600 લીટર દેશી દારૂ બનાવવાનો આથો (કિં.રૂ. 40,000/-) મળી આવ્યો હતો. પોલીસે એફ.એસ.એલ. તપાસણી માટે સેમ્પલ લઈને બાકીનો તમામ આથો અને બેરલ સ્થળ પર જ નાશ કર્યા હતા. આ કામગીરીમાં પોલીસે સ્થળ પરથી બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા.પકડાયેલા આરોપીઓ:1. સલીમભાઈ મોહમદભાઈ સંધવાણી (ઉ.વ. 26, રહે. વાડા વિસ્તાર, માળિયા મીં.)2. ઈકબાલભાઈ રસુલભાઈ ભટ્ટી (ઉ.વ. 40, રહે. વાડા વિસ્તાર, માળિયા મીં.)#Morbi #MorbiUpdate #MorbiNews #MaliyaMiyana #MotaDahinsara #CrimeNews #ProhibitionRaid #MorbiPolice