રાજ્યના જેલ અને સુધારાત્મક વહીવટ વિભાગ દ્વારા કુલ 10 જેલર ગ્રુપ-2ની બદલીના આદેશમોરબી અપડેટ : રાજ્યના જેલ વિભાગમાં મહત્વના ફેરફાર થયા છે. જેમાં મોરબી સબ જેલ ખાતે ફરજ બજાવતા જેલર ગ્રુપ-2 એચ.એ. બાબરીયાની વડોદરા મધ્યસ્થ જેલ ખાતે બદલી કરવામાં આવી છે. જ્યારે તેમના સ્થાને અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે ફરજ બજાવતા જેલર ગ્રુપ-2 જનક કુમાર બી. જોષીને મોરબી સબ જેલ ખાતે નિમણૂક આપવામાં આવી છે.અમદાવાદ સ્થિત જેલ અને સુધારાત્મક વહીવટની કચેરીના પોલીસ મહાનિદેશક ડૉ. કે.એલ.એન. રાવ દ્વારા તારીખ 20 નવેમ્બર 2026ના રોજ બહાર પાડવામાં આવેલા કાર્યાલય આદેશ મુજબ રાજ્યની વિવિધ જેલોમાં ફરજ બજાવતા જેલર ગ્રુપ-2 (વર્ગ-3) સંવર્ગના કુલ 10 કર્મચારીઓની જાહેર સેવાર્થે બદલી કરવામાં આવી છે. આ તમામ બદલીના હુકમોનો તાત્કાલિક અસરથી અમલ કરવાની સૂચના આપવામાં આવી છે.રાજ્યમાં અન્ય જેલર ગ્રુપ-2ની થયેલી બદલીની વિગતો :● એચ.એ. બાબરીયા : મોરબી સબ જેલથી વડોદરા મધ્યસ્થ જેલ● જનક કુમાર બી. જોષી : અમદાવાદ મધ્યસ્થ જેલથી મોરબી સબ જેલ● હર્ષદભાઈ કે. સોલંકી : લાજપોર મધ્યસ્થ જેલથી ગળપાદર જિલ્લા જેલ● ગલબાભાઈ વી. પાંત્રોડ : જામનગર જિલ્લા જેલથી અમદાવાદ મધ્યસ્થ જેલ● ગોપાલભાઈ આર. વણઝારા : જુનાગઢ જિલ્લા જેલથી મોડાસા સબ જેલ● મનુભા એન. જાડેજા : રાજપીપળા જિલ્લા જેલથી રાજકોટ મધ્યસ્થ જેલ● જશપાલસિંહ એફ. રાજપુત : રાજપીપળા જિલ્લા જેલથી પાટણ સબ જેલ● એમ.એમ. રબારી : ગળપાદર જિલ્લા જેલથી અમદાવાદ મધ્યસ્થ જેલ● કિરણસિંહ એસ. ડાભી : નવસારી જિલ્લા જેલથી જુનાગઢ જિલ્લા જેલ● નિલેશકુમાર એલ. છાપીયા : લાજપોર મધ્યસ્થ જેલથી રાજપીપળા જિલ્લા જેલ#MorbiUpdate #MorbiNews #Morbi #MorbiSubJail #GujaratJail #TransferNews