ફ્રેક્ચર સહિતની ઈજાઓ પહોચતા સારવાર અર્થે ખસેડાયાવાંકાનેર (મોરબી અપડેટ): વાંકાનેરથી મોરબી તરફ જતા નેશનલ હાઇવે પર નવાપરા પુલની કટ પાસે રોડ ક્રોસ કરી રહેલા રાજકોટના 70 વર્ષીય વૃદ્ધાને પૂરઝડપે આવતા બાઈક ચાલકે હડફેટે લેતા તેમને ફ્રેક્ચર સહિતની ઈજાઓ પહોંચી છે.મળતી માહિતી મુજબ, રાજકોટના રેલનગર વિસ્તારમાં રહેતા રાજુભાઈ ચંદુભાઈ મકવાણા (ઉ.વ. 46) પોતાના નાના ભાઈ સંજયભાઈ અને માતા લાભુબેન (ઉ.વ. 70) સાથે ગત તા. 19/11 ના રોજ નવાપરાથી રાજકોટ પરત ફરતા સમયે નવાપરા પુલની કટ પાસે હાઇવે ક્રોસ કરી રહ્યા હતા. આ દરમિયાન માતા લાભુબેનને વાંકાનેર તરફથી મોટરસાયકલ (નં. GJ-36-AQ-9355) ના ચાલકે ઠોકર મારી પછાડી દીધા હતા.આ અકસ્માતમાં વૃદ્ધા બેભાન થઈ ગયા હતા અને તેમને ખભાની હાંસળીમાં ફ્રેક્ચર, મોઢાના ભાગે ઈજા તેમજ કમરથી ઘૂંટણ સુધી મૂઢ માર વાગ્યો હતો. અકસ્માતમાં બાઈક ચાલકને પણ ઈજા પહોંચી હતી. જે બાદ બંનેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જે મામલે રાજુભાઈ મકવાણાએ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા આગળની તપાસ હાથ ધરાઈ છે.#Morbi #MorbiUpdate #MorbiNews #Wankaner #AccidentNews #RoadAccident #WankanerCityPolice