સમસ્ત સિંધી સમાજ દ્વારા અખંડ પાઠ, કીર્તન અને લંગર પ્રસાદનું આયોજનમોરબી અપડેટ : મોરબીમાં મંગળવાર, તા. ૨૪ નવેમ્બર, ૨૦૨૬ના રોજ સમસ્ત સિંધી સમાજ દ્વારા શ્રી ગુરુ નાનક દેવજીના ૫૫૭મા પ્રકાશ પર્વની ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે અખંડ પાઠ, કીર્તન, લંગર પ્રસાદ અને શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાશે.સવારે ૫થી ૬:૩૦ વાગ્યા સુધી નિતનેમ, આશા દી વાર, કીર્તન અને અરદાસ થશે. સવારે ૯:૩૦ વાગ્યે અખંડ પાઠ સાહેબની સમાપ્તિ થશે અને બપોરે ૧૨:૩૦ વાગ્યે લંગર પ્રસાદ યોજાશે. સાંજે ૫ વાગ્યે શ્રી ગુરુ નાનક દરબાર, સિંધુ ભવનથી શોભાયાત્રા નીકળશે.રાત્રે ૧૦:૩૦ વાગ્યાથી કથા, કીર્તન અને સિમરણના કાર્યક્રમો યોજાશે. મધરાત બાદ ૧:૨૦ વાગ્યે પુષ્પવર્ષા કરીને શ્રી ગુરુ નાનક દેવજીનો જન્મોત્સવ મનાવવામાં આવશે. સમસ્ત સિંધી સમાજે શ્રદ્ધાળુઓને પરિવાર સાથે કાર્યક્રમોમાં હાજરી આપવા અપીલ કરી છે.