તાલીમ પૂર્ણ કરનાર તાલીમાર્થીઓની સિદ્ધિઓને બિરદાવવામાં આવીમોરબી અપડેટ : મોરબીની ઔદ્યોગિક તાલીમ સંસ્થા (આઈટીઆઈ) ખાતે વર્ષ ૨૦૨૬નો પાંચમો કૌશલ દીક્ષાંત સમારોહ યોજાયો હતો. સમારોહમાં તાલીમ પૂર્ણ કરનાર તાલીમાર્થીઓની સિદ્ધિઓને બિરદાવવામાં આવી હતી અને વ્યવસાયલક્ષી શિક્ષણનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું.કાર્યક્રમ દરમિયાન સંસ્થાની વિવિધ પ્રવૃત્તિઓ અને તાલીમાર્થીઓમાં રોજગારલક્ષી કૌશલ્યો વિકસાવવા માટે થઈ રહેલા પ્રયાસોની જાણકારી આપવામાં આવી હતી. કૌશલ્ય આધારિત તાલીમ યુવાનોને રોજગાર મેળવવા અને સ્વરોજગાર શરૂ કરવામાં કેવી રીતે મદદરૂપ બને છે તે અંગે પણ વાત કરવામાં આવી હતી.સમારોહમાં તાલીમાર્થીઓને મેળવેલી કુશળતાનો ઉપયોગ કરીને કારકિર્દીમાં આગળ વધવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.