સાધુ વાસવાણી સેન્ટર (સૌરાષ્ટ્ર) દ્વારા મહાનગરપાલિકાના કમિશનરને લેખિત રજૂઆતમોરબી અપડેટ : સાધુ વાસવાણીની જન્મજયંતી નિમિત્તે બુધવાર, તા. ૨૫ નવેમ્બર, ૨૦૨૬ના રોજ મોરબી શહેરમાં તમામ કતલખાનાં બંધ રાખવા અને માંસાહારી ખાદ્યપદાર્થોના વેચાણ પર પ્રતિબંધ મૂકવાની માંગ ઊઠી છે. આ અંગે સાધુ વાસવાણી સેન્ટર (સૌરાષ્ટ્ર) દ્વારા મોરબી મહાનગરપાલિકાના કમિશનરને લેખિત આવેદન પાઠવવામાં આવ્યું છે.આવેદનમાં સંસ્થાએ જણાવ્યું છે કે ગુજરાત સરકારના તા. ૨૪ એપ્રિલ, ૧૯૮૯ના પરિપત્ર મુજબ દર વર્ષે ૨૫ નવેમ્બરે કતલખાનાં અને માંસાહારી ખાદ્યપદાર્થોના વેચાણ પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે. આ પરિપત્રનો ઉલ્લેખ કરીને સંસ્થાએ આ વર્ષે પણ મોરબી શહેરમાં તેનો અમલ કરાવવાની માંગ કરી છે.સાધુ વાસવાણીની જન્મજયંતીએ નિર્દોષ પશુ-પક્ષીઓ પ્રત્યે દયાભાવ દાખવવા અને તેમને રક્ષણ આપવા સંસ્થાએ આવેદનમાં અપીલ કરી છે.