માર્ચ-2026 ની ધોરણ 10 અને 12 ની બોર્ડ પરીક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને DBT થી સીધી બેંક ખાતામાં પુરસ્કારની રકમ જમા કરાઈમોરબી અપડેટ : સમાજના છેવાડાના અને વંચિત વર્ગોના બાળકો ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવીને આગળ વધે તે માટે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળના અનુસૂચિત જાતિ કલ્યાણ, ગાંધીનગર દ્વારા 'છત્રપતિ શાહુજી મહારાજ ખાસ પ્રોત્સાહક ઇનામ' યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના અંતર્ગત માર્ચ-2026 ની બોર્ડ પરીક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર મોરબી જિલ્લાના 9 તેજસ્વી વિદ્યાર્થીઓને કુલ રૂ. 1,05,000 ની આર્થિક સહાય નાયબ નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણ, મોરબી દ્વારા ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) પદ્ધતિથી સીધી તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવી છે.આ યોજના હેઠળ ધોરણ 10 અને ધોરણ 12 (સામાન્ય, વિજ્ઞાન, ઉત્તર બુનિયાદી અને વ્યવસાયલક્ષી પ્રવાહ) ની બોર્ડ પરીક્ષામાં જિલ્લા કક્ષાએ પ્રથમ ત્રણ ક્રમ મેળવનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવે છે. જેમાં પ્રથમ ક્રમાંક માટે રૂ. 15,000, દ્વિતીય ક્રમાંક માટે રૂ. 11,000 અને તૃતીય ક્રમાંક માટે રૂ. 9,000 ની આર્થિક સહાય અર્પણ કરવામાં આવે છે.મોરબી જિલ્લાના વિજેતા તેજસ્વી વિદ્યાર્થીઓની યાદી: * ધોરણ 10: પ્રાચી પ્રદીપભાઈ પરમાર (97.50% - પ્રથમ), કંજવી નિકુંજભાઈ ચાવડા (97.33% - દ્વિતીય) અને તૃષાંગી સંજયભાઈ બંસલ (96.83% - તૃતીય). * ધોરણ 12 (વિજ્ઞાન પ્રવાહ): ઉદયકુમાર દલસુખભાઈ જાદવ (90.62% - પ્રથમ), રાધિકા કમલેશભાઈ મુછડીયા (88.62% - દ્વિતીય) અને ભવિષ્ય ઉદયભાઈ મહાલિયા (88.00% - તૃતીય). * ધોરણ 12 (સામાન્ય પ્રવાહ): પ્રિયા ડુંગરભાઈ પરમાર (94.43% - પ્રથમ), ધ્રુવી વસંતભાઈ પરમાર (92.00% - દ્વિતીય) અને સિદ્ધિબેન મગનભાઈ પારધી (91.71% - તૃતીય).અત્રે ઉલ્લેખનીય છે કે, વાર્ષિક બોર્ડ પરીક્ષામાં ઓછામાં ઓછા 60% કે તેથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓને ઓનલાઈન અરજી અને પારદર્શક પદ્ધતિ દ્વારા આ યોજનાનો લાભ આપવામાં આવે છે, જેનાથી વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને આત્મવિશ્વાસનો સંચાર થાય છે#Morbi #Education #BoardExam #Scholarship #ChhatrapatiShahujiMaharajYojana #MorbiUpdate #MorbiNews