છેલ્લા 15 દિવસમાં 2 અકસ્માતો સર્જાતા શાળા-મંદિર પાસે બમ્પ મૂકવા માંગ: 15 દિવસમાં કામગીરી નહીં થાય તો રસ્તા રોકો આંદોલનની ચીમકીમોરબી અપડેટ : મોરબીના વોર્ડ નંબર 11 માં આવેલા શનાળા-ઘુનડા રોડ પર પેટ્રોલ પંપ પાસે સભારાની વાડી નજીક પૂરપાટ ઝડપે દોડતા વાહનોને કારણે અકસ્માતનો ભય સતત તોળાઈ રહ્યો છે. ગત રાત્રે પણ અહીં એક અજાણ્યો બોલેરો ચાલક બાઈક ચાલકને ઠોકર મારી નાસી છૂટ્યો હતો. ત્યારે આ વિસ્તારમાં વારંવાર બનતા અકસ્માતોને પગલે સ્થાનિક જાગૃત નાગરિક દ્વારા મોરબી મહાનગરપાલિકાના કમિશનરને લેખિત રજૂઆત કરી તાત્કાલિક સ્પીડ બ્રેકર (બમ્પ) બનાવવાની માંગ કરવામાં આવી છે.સભારાની વાડી વિસ્તારના પ્રકાશ ગણેશભાઈ ડાભીએ કમિશનરને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, શનાળા-ઘુનડા રોડ પર વાહનો ખૂબ જ ઝડપી ગતિએ પસાર થાય છે. આ સ્થળે છેલ્લા 15 દિવસમાં જ 2 અકસ્માતો સર્જાયા છે, જેના કારણે સ્થાનિક લોકોમાં ભારે ભયનો માહોલ છે. આ રસ્તાની બાજુમાં જ સ્કૂલ અને મંદિર આવેલા હોવાથી દરરોજ નાના બાળકો, વૃદ્ધો, મહિલાઓ અને રાહદારીઓની મોટી સંખ્યામાં અવરજવર રહે છે.વધુમાં જણાવાયું છે કે, અહીં કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલાં તંત્ર દ્વારા તાત્કાલિક સ્થળ તપાસ કરી સ્કૂલ અને મંદિર નજીક નિયમો અનુસાર સ્પીડ બ્રેકર (બમ્પ) બનાવવામાં આવે તેમજ જરૂરી ચેતવણીના બોર્ડ લગાવવામાં આવે તે ખૂબ જરૂરી છે. જો 15 દિવસમાં સ્પીડ બ્રેકર બનાવવામાં નહીં આવે તો સ્થાનિક લોકોને રસ્તા રોકો આંદોલન કરવાની ફરજ પડશે અને તેની તમામ જવાબદારી તંત્રની રહેશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.#Morbi #ShanalaGhundaRoad #SpeedBreaker #RoadSafety #MorbiMahanagarpalika #CivicIssue #MorbiUpdate #MorbiNews