શ્વાસ, સ્કિન એલર્જી અને ઓછી ઇમ્યુનિટીથી પીડાતા બાળકો તથા વયસ્કો માટે આશીર્વાદરૂપ કેમ્પ; એપોઇન્ટમેન્ટ માટે રજિસ્ટ્રેશન શરૂઆરોગ્યદીપ આયુર્વેદના જાણીતા ડો.કૃતિ સાપરિયા દ્વારા દર્દીઓનું નિદાન કરાશે; માત્ર 150 રૂપિયાની ફીમાં તપાસ અને રાહત દરે દવાઓ મળશેમોરબી અપડેટ (પ્રમોશનલ આર્ટિકલ) : બદલાતી ઋતુ અને પ્રદૂષણના કારણે આજે નાના બાળકોથી લઈને વયસ્કો સુધીના અનેક લોકો એલર્જી અને નબળી રોગપ્રતિકારક શક્તિ (ઇમ્યુનિટી) ની સમસ્યાથી પરેશાન છે. જો તમે પણ એલર્જી કે વારંવાર થતી બીમારીઓથી કાયમી છુટકારો મેળવવા માંગતા હો, તો એક સુવર્ણ તક આવી ગઈ છે. આરોગ્યદીપ આયુર્વેદ દ્વારા આગામી 22 નવેમ્બર, રવિવારના રોજ મોરબી ખાતે એલર્જી અને ઇમ્યુનિટી માટેના ખાસ આયુર્વેદિક હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ ખાસ કેમ્પમાં નિષ્ણાત તબીબ અને જાણીતા ડો.કૃતિ સાપરિયા દ્વારા દર્દીઓની વિગતવાર તપાસ કરવામાં આવશે અને આયુર્વેદિક પદ્ધતિથી કાયમી સમાધાન માટે માર્ગદર્શન આપવામાં આવશે.આ લક્ષણોથી પરેશાન દર્દીઓ માટે કેમ્પ અત્યંત ઉપયોગી:● નાક બંધ રહેવું, શ્વાસની એલર્જી અને વારંવાર છીંક આવવી.● વારંવાર શરદી-ઉધરસ થવી કે નાકમાંથી પાણી નીકળવું.● સ્કિન એલર્જી, ખંજવાળ, શીળસ (Urticaria) અને ચહેરા પર સોજો આવવો.● ત્વચા પર ફોલ્લીઓ, લાલ ચકામા અને બળતરા થવી.બાળકો અને વયસ્કો બંને માટે આ કેમ્પ આશીર્વાદરૂપ સાબિત થશે. કેમ્પમાં નિદાન ફી માત્ર 150 રૂપિયા રાખવામાં આવી છે, તેમજ કેમ્પ દરમિયાન તમામ જરૂરી આયુર્વેદિક દવાઓ કંપની દ્વારા રાહત દરે ઉપલબ્ધ કરાવવામાં આવશે. એલર્જી અને ઇમ્યુનિટી સંબંધિત સમસ્યાઓના કુદરતી અને કાયમી ઉપચાર માટે મોરબી શહેર તથા આસપાસના વિસ્તારના જરૂરિયાતમંદ દર્દીઓને આજે જ ફોન કરીને પોતાની એપોઇન્ટમેન્ટ બુક કરાવી આ કેમ્પનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.કેમ્પની મુખ્ય વિગતો:તા. 22 નવેમ્બર, 2026 (રવિવાર)સમય: સવારે 10થી સાંજે 7સ્થળ: DENTAL 32, પહેલો માળ, ડો. કગથરા હોસ્પિટલ સામે, રામચોકની બાજુમાં, સાવસર પ્લોટ મેઈન રોડ, મોરબીરજિસ્ટ્રેશન માટેમો.8140570004