ભારતીય નાગરિકતા પ્રાપ્ત થતા અરજદારોએ આનંદ અને ગૌરવની લાગણી સાથે વહીવટી તંત્રનો આભાર માન્યોમોરબી અપડેટ : ભારત સરકારના નાગરિકતા સંશોધન કાયદા (CAA) હેઠળ પાકિસ્તાનથી આવેલા 13 લાયક અરજદારોને ભારતીય નાગરિકતા પ્રાપ્ત થઈ છે. આ તમામ 13 નાગરિકોને મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે સહિતના મહાનુભાવોના હસ્તે ભારતીય નાગરિકતાના પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.ભારતીય નાગરિકતાનું પ્રમાણપત્ર મળતા જ તમામ અરજદારો માટે આ ક્ષણ ભારે આનંદ અને ગૌરવની બની રહી હતી. આ પ્રસંગે દરેક અરજદારોએ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે અને સમગ્ર મોરબી જિલ્લા વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.#Morbi #MorbiUpdate #MorbiNews #CAA #IndianCitizenship #MorbiCollector #GujaratNews