આગામી 26 નવેમ્બર, 2026થી ઓનલાઈન અરજી પ્રક્રિયાનો પ્રારંભ: કોન્સ્ટેબલથી લઈને ટેકનિકલ વિભાગની જગ્યાઓ ભરાશેમોરબી અપડેટ: ગુજરાત પોલીસ દળમાં જોડાવાનું અને ખાખી વર્દી પહેરવાનું સપનું જોતા લાખો યુવાનો માટે મહત્વના સમાચાર આવ્યા છે. ગુજરાત પોલીસ વિભાગમાં વિવિધ સંવર્ગની 2,900થી વધુ ખાલી જગ્યાઓ ભરવા માટે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા આગામી 26 નવેમ્બર, 2026થી શરૂ થશે. વિભાગ મુજબ ખાલી જગ્યાઓની વિગતઆ મેગા ભરતીમાં પોલીસ કોન્સ્ટેબલ ઉપરાંત ટેકનિકલ અને ટ્રાન્સપોર્ટ વિભાગની વિવિધ જગ્યાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેની વિગત નીચે મુજબ છે: • બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલ: 1,000 જગ્યાઓ • હથિયારી પોલીસ કોન્સ્ટેબલ: 1,000 જગ્યાઓ • SRPF (સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ) કોન્સ્ટેબલ: 841 જગ્યાઓ • હેડ કોન્સ્ટેબલ, ડ્રાઈવર અને મિકેનિક: 133 જગ્યાઓ • મોટર ટ્રાન્સપોર્ટ સુપરવાઈઝર: 26 જગ્યાઓઉમેદવારો માટે મહત્વની સૂચના26 નવેમ્બર, 2026થી ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થવાની હોવાથી ઉમેદવારોએ અત્યારથી જ પોતાના શૈક્ષણિક પ્રમાણપત્રો, જાતિના દાખલા અને અન્ય જરૂરી દસ્તાવેજો તૈયાર રાખવા હિતાવહ છે. ભરતી બોર્ડ દ્વારા ટૂંક સમયમાં જ શારીરિક કસોટી અને લેખિત પરીક્ષાના નિયમો અંગેની વિસ્તૃત માર્ગદર્શિકા સત્તાવાર વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે.#GujaratPolice #GujaratPoliceRecruitment2026 #PoliceBharti #GujaratJobs #GovernmentJobs #LRDBharti #SRPF #GujaratNews #KhakiLovers #MorbiUpdates