આવતીકાલે શનિવારે સવારે 11 વાગ્યા સુધીમાં નક્કર કાર્યવાહીની માંગ; મેયર, કમિશનર સહિત તમામ કોર્પોરેટરોને મહાનગરપાલિકા ખાતે હાજર રહેવા તાકીદમોરબી અપડેટ: મોરબી શહેરમાં રહેણાંક, જાહેર અને ધાર્મિક સ્થળોની આસપાસ ચાલતા કથિત ગેરકાયદેસર કતલખાનાં અને માંસની દુકાનોના પ્રશ્ને હવે હિન્દુ સંગઠનો અને સમસ્ત હિન્દુ સમાજે આક્રમક વલણ અપનાવ્યું છે. આ મામલે સર્વે હિન્દુ સંગઠનો દ્વારા મોરબી મહાનગરપાલિકાને આવતીકાલે શનિવારે સવારે 11 વાગ્યા સુધીનું આખરી અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે.હિન્દુ સંગઠનો દ્વારા જારી કરાયેલી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે, શહેરની હદમાં ચાલતી ગેરકાયદે માંસની દુકાનો અને કતલખાનાં બંધ કરાવવા માટે છેલ્લા ઘણા સમયથી સામાજિક આગેવાનો અને સ્થાનિક રહેવાસીઓ દ્વારા વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં આજદિન સુધી તંત્ર દ્વારા કોઈ સંતોષકારક કે કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી.વધુમાં સવાલ ઉઠાવવામાં આવ્યો છે કે, ચૂંટાયેલા કોર્પોરેટરોએ પણ આ દુકાનો અને કતલખાનાં બંધ કરાવવાના પત્રો પર હસ્તાક્ષર કર્યા હોવાનું જાણવા મળ્યું છે, તેમ છતાં મહાનગરપાલિકા દ્વારા નક્કર કાર્યવાહી કરવામાં કેમ વિલંબ થઈ રહ્યો છે?શનિવારે સવારે 11 વાગ્યે પદાધિકારીઓની હાજરીની માંગસર્વે હિન્દુ સંગઠનો અને હિન્દુ સમાજે માંગ કરી છે કે શનિવાર, સવારે 11 વાગ્યા સુધીમાં નિયમોનો ભંગ કરતી દુકાનો અને કતલખાનાં સામે કાયદેસરની કાર્યવાહી કરી તેને બંધ કરાવવાનો નક્કર નિર્ણય લેવામાં આવે. આ ઉપરાંત, શનિવારે સવારે 11 વાગ્યે મોરબી મહાનગરપાલિકા કચેરી ખાતે મેયર, ડેપ્યુટી મેયર, મ્યુનિસિપલ કમિશનર, ડેપ્યુટી કમિશનર તેમજ તમામ વોર્ડના ચૂંટાયેલા કોર્પોરેટરોને ખાસ હાજર રહેવા જણાવવામાં આવ્યું છે.કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર વિરોધની ચીમકીઅંતમાં ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે, હવે માત્ર આશ્વાસન નહીં પરંતુ તંત્રએ જવાબદારી સ્વીકારી કાયદાનો નિષ્પક્ષ અમલ કરવો પડશે. જો નિર્ધારિત સમયમર્યાદામાં યોગ્ય અને નક્કર કાર્યવાહી કરવામાં નહીં આવે, તો સર્વે હિન્દુ સંગઠનો અને હિન્દુ સમાજ દ્વારા લોકશાહી તથા કાયદાકીય માર્ગે ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવશે, જેની સંપૂર્ણ વહીવટી અને નૈતિક જવાબદારી મોરબી મહાનગરપાલિકા તંત્રની રહેશે.