વૈદ્યરાજ કિશોરભાઈ વાણંદ દ્વારા રવાપર રોડ પર દરરોજ સવારે 6:30 થી 8 વાગ્યા સુધી સેવાયજ્ઞ યોજાશેમોરબી અપડેટ : મોરબીના સેવાભાવી વૈદ્યરાજ કિશોરભાઈ વાણંદ દ્વારા તેમના માતા સ્વ. જયાબેન મુળજીભાઈ દશાડિયાના સ્મરણાર્થે આગામી તા. 25/11 થી તા. 25/02 સુધી આરોગ્યવર્ધક ઉકાળાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે.આ ઉકાળાનું વિતરણ દરરોજ સવારે 6:30 થી 8:00 વાગ્યા સુધી વિજય હેર ડ્રેસર, ચકિયા હનુમાનજીના મંદિર સામે, રવાપર રોડ, મોરબી ખાતે કરવામાં આવશે. દિવ્ય વનસ્પતિમાંથી તૈયાર કરાયેલો આ ઉકાળો જૂની શરદી, ચિકનગુનિયા, ડેંગ્યુ અને કોરોના જેવા અસાધ્ય રોગોમાં રામબાણ ઈલાજ હોય, મોરબીની જાહેર જનતાને આ સેવાયજ્ઞનો બહોળી સંખ્યામાં લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. વધુ માહિતી માટે મોબાઈલ નંબર 96240 12474 પર સંપર્ક કરી શકાશે.#Morbi #UkalaVitran #Ayurveda #HealthCare #FreeDistribution #SocialWork #MorbiUpdate #MorbiNews