ગાળા થી વઘાસીયા બાયપાસ માટે યોગ્ય વળતર વગર ખેતરોમાં કામગીરી કરવા દેવાનો ખેડૂતોનો સ્પષ્ટ ઇનકાર; બળજબરી કામ કરાશે તો ઉગ્ર આંદોલનની ચીમકીહળવદ (મોરબી અપડેટ) : નેશનલ હાઇવે NH-27 પર બનનારા ગાળા થી વઘાસીયા બાયપાસના કામને લઈને વિવાદ વકર્યો છે. આજે હળવદ તાલુકાના શિવપુર ગામે બાયપાસના કર્મચારીઓ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવતા સ્થાનિક ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.મળતી માહિતી મુજબ, આજે શિવપુર ગામની સીમમાં બાયપાસના કર્મચારીઓ કામ શરૂ કરવા પહોંચ્યા હતા. આ વાતની જાણ થતા જ મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થઈ ગયા હતા અને કામગીરી અટકાવી દીધી હતી. ખેડૂતોએ સખ્ત શબ્દોમાં જણાવ્યું હતું કે જ્યાં સુધી જમીન સંપાદનનું યોગ્ય અને પૂરતું વળતર ચૂકવવામાં નહીં આવે, ત્યાં સુધી તેઓ પોતાના ખેતરોમાં કોઈપણ પ્રકારની કામગીરી કરવા દેશે નહીં.ખેડૂતોએ તંત્ર અને કોન્ટ્રાક્ટરના કર્મચારીઓને સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો વળતરના પ્રશ્નનો નિવેડો લાવ્યા વગર બળજબરીથી ખેતરોમાં કામગીરી હાથ ધરવામાં આવશે, તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન છેડવામાં આવશે. આ ઘટનાને પગલે સ્થળ પર થોડા સમય માટે તંગદિલીનો માહોલ સર્જાયો હતો.#MorbiUpdate #Halvad #Shivpur #NH27 #BypassProtest #FarmersProtest #MorbiNews #HalvadNews #GujaratNews