અંડાશય-ગર્ભાશયના કેન્સર, અનિયમિત માસિક, ગર્ભાશયની ગાંઠ, અનિયમિત માસિક, સ્તન કેન્સર, વલ્વર કેન્સર, યોનિમાર્ગના કેન્સર સહિતના રોગોનું સચોટ નિદાન મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : અમદાવાદની ઝાયડસ કેન્સર હોસ્પિટલ દ્વારા મોરબીમાં ગાયનેક કેન્સરના રોગોનો ખાસ કેમ્પ યોજવામાં આવનાર છે. આ કેમ્પ આગામી મંગળવારના રોજ મોરબીમાં યોજાશે, જેમાં ગાયનેક કેન્સર સર્જન, લેપ્રોસ્કોપીક અને રોબોટિક સર્જન ડૉ. મોના શાહ સેવા આપશે. જેથી ગાયનેક કેન્સર અને સ્ત્રી રોગ સંબંધિત બીમારીઓ માટે મોરબીના લોકોને ઘરઆંગણે જ નિષ્ણાંત તબીબનું નિદાન અને જરૂરી માર્ગદર્શન મળી રહેશે.અમદાવાદના થલતેજ વિસ્તારમાં એસ.જી. હાઈવે ઉપર ઝાયડસ હોસ્પિટલ રોડ ખાતે ઝાયડસ કેન્સર હોસ્પિટલ કાર્યરત છે. ત્યાંના નિષ્ણાંત ડૉ. મોના શાહ આગામી તા.24 નવેમ્બરને મંગળવારના રોજ મોરબી ખાતે શનાળા રોડ ઉપર ઉમિયા હોલ સામે આવેલ એપલ હોસ્પિટલના બીજા માળે ડૉ. જયેશ સનારીયાના સ્પર્શ ક્લિનિકમાં સવારે 10:00 થી બપોરે 12:00 વાગ્યા સુધી કેમ્પમાં સેવા આપવાના છે.ડૉ. મોના શાહ ગાયનેક કેન્સર સર્જન તેમજ લેપ્રોસ્કોપીક અને રોબોટિક સર્જન છે. આ ખાસ કેમ્પમાં અંડાશયના કેન્સર, ગર્ભાશયના કેન્સર, પેરિટોનિયલ કેન્સર, વલ્વર કેન્સર, યોનિમાર્ગના કેન્સર અને ગર્ભાવસ્થા સમયે થતી અંડાશયની ગાંઠની સારવાર અંગે માર્ગદર્શન ઉપલબ્ધ રહેશે. આ ઉપરાંત અનિયમિત માસિક, અંડાશય-ગર્ભાશય કે સર્વિક્સ સંબંધિત સમસ્યાઓ માટે ગાયનેક લેપ્રોસ્કોપિક અને રોબોટિક સર્જરી તેમજ યુટેરિન ફાઇબ્રોઇડ, એન્ડોમિટ્રિઓસિસ તથા હિસ્ટરેક્ટમી (લેપ્રોસ્કોપી અને રોબોટિક હિસ્ટરેક્ટમી) સહિતની સારવાર અંગે નિદાન કરવામાં આવશે.ગાયનેક કેન્સર અને સ્ત્રી રોગ સંબંધિત સારવાર માટે મોરબીના લોકોને છેક અમદાવાદ સુધી ધક્કા ખાવા પડતા હોય છે. ત્યારે અમદાવાદની ઝાયડસ હોસ્પિટલના નિષ્ણાંત તબીબ મોરબીમાં જ કેમ્પ માટે આવી રહ્યા હોય, સ્થાનિક દર્દીઓને નજીકમાં જ શ્રેષ્ઠ તબીબી સેવા મળવાની છે. આ કેમ્પની તપાસ ફી રૂ. 500/- રાખવામાં આવી છે. કેમ્પનો લાભ લેવા માટે અગાઉથી રજીસ્ટ્રેશન કરાવવું અને જૂના રિપોર્ટ સાથે લાવવા જરૂરી છે.ઓપીડી : તા.24 નવેમ્બર સમય : સવારે 10થી 12સ્થળ : સ્પર્શ ક્લિનિક,C/O. એપલ હોસ્પિટલ, બીજા માળે, ઉમિયા હોલ સામે, શનાળા રોડ, મોરબીરજીસ્ટ્રેશન માટે મો.7359630003મો.7016342022