લોભામણી લાલચમાં રોકાણ કરાવી છેતરપિંડી આચરનાર શખ્સને મોરબી એસ.ઓ.જી. ટીમે દબોચ્યોમોરબી અપડેટ: મોરબી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના આશરે 48 લાખ 14 હજાર જેવી માતબર રકમની ઠગાઈના ગુનામાં છેલ્લા 1 વર્ષથી નાસતા ફરતા આરોપીને મોરબી એસ.ઓ.જી. (SOG) ટીમે અમદાવાદના ઓઢવ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે.પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબી એસ.ઓ.જી ટીમને બાતમી મળી હતી કે, મોરબી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના ગુ.ર.નં. 08/2025 મુજબ સાયબર ફ્રોડના ગુનામાં નાસતો ફરતો આરોપી અમદાવાદના ઓઢવ વિસ્તારમાં છે. જેના આધારે એસ.ઓ.જી. સ્ટાફે ઓઢવ પાસેથી મૂળ સાબરકાંઠા જિલ્લાના તલોદના અને હાલ અમદાવાદના ઓઢવ, સિંગરવા, ગતરાળ રોડ પર શ્યામ 140 માં રહેતા નૈસલકુમાર હિંમતભાઈ મિસ્ત્રી ઉર્ફે અજયભાઈ ઉર્ફે આનંદ (ઉં.વ. 38) ને ઝડપી પાડ્યો હતો. એસ.ઓ.જી. ટીમે આરોપીને પકડી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી માટે મોરબી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનને સોંપ્યો છે.#Morbi #MorbiPolice #SOG #CyberCrime #Fraud #CrimeNews #MorbiUpdate #MorbiNews