મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા 24x7 નિઃશુલ્ક સેવા : ઘરેલુ હિંસા, કાઉન્સેલિંગ, કાનૂની સલાહ અને રેસ્ક્યુ વાનની ત્વરિત સુવિધામોરબી અપડેટ : નારી સશક્તિકરણ અને મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા કાર્યરત 'અભયમ્ 181' મહિલા હેલ્પલાઇન સેવા મોરબી જિલ્લામાં અત્યંત અસરકારક સાબિત થઈ રહી છે. મોરબી જિલ્લામાં આ હેલ્પલાઇન પર માસિક સરેરાશ 70 થી વધુ કોલ આવે છે, જેના મારફતે જરૂરિયાતમંદ મહિલાઓને ત્વરિત સહાય અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું છે.અભયમ્ 181 હેલ્પલાઇન દ્વારા ઘરેલુ હિંસા કે શારીરિક-માનસિક ત્રાસનો ભોગ બનતી મહિલાઓને તાત્કાલિક મદદ તેમજ છેડતી કે પીછો કરવા જેવી ઘટનાઓમાં ત્વરિત સહયોગ આપવામાં આવે છે. જરૂરિયાત જણાયે અભયમ્ રેસ્ક્યુ વાન સ્થળ પર પહોંચીને રક્ષણ પૂરું પાડે છે. આ ઉપરાંત, પારિવારિક સમસ્યાઓમાં કાઉન્સેલિંગ, કાનૂની માર્ગદર્શન,y સરકારી યોજનાઓ અને સ્વવિકાસ સંબંધિત માહિતી પણ એક જ સ્થળેથી મળી રહે છે.આ ટોલ-ફ્રી હેલ્પલાઇન અઠવાડિયાના 7 દિવસ અને 24 કલાક સંપૂર્ણપણે નિઃશુલ્ક કાર્યરત છે. કોઈપણ ઉંમરની મહિલા કે યુવતી, ગુજરાતમાં વસતા અન્ય રાજ્યના મહિલા નાગરિકો તેમજ મુશ્કેલીમાં મુકાયેલી મહિલાને મદદ કરવા ઈચ્છતા પુરુષો પણ 181 નંબર પર સંપર્ક કરી શકે છે.#Morbi #Abhayam181 #WomenSafety #WomenEmpowerment #Helpline #MorbiUpdate #MorbiNews