પીપળીયા ચાર રસ્તા પાસે બેંકનું કામ પતાવી ઘેર જતા હતા ત્યારે બનેલી ઘટનામોરબી : મોરબીના પીપળીયા ચાર રસ્તા નજીક બરવાળા ગામ પાસે બેંકનું કામ પતાવી નાસ્તો કરી બાઈક પર ઘેર જઇ રહેલાડબલ સવારી બાઈક અને રીક્ષા વચ્ચે જોરદાર અકસ્માત સર્જાતા બાઈકસવાર બન્ને યુવકના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા.જ્યારે રીક્ષા ચાલકને ઇજાઓ પહોંચતા સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.પ્રાપ્ત વિગતો મુજબ ગુરુવારે સાંજના સમયે મોરબીના ખેવારિયા ગામે રહેતા સંજયભાઈ ભીખાભાઇ ડારા ઉ.27 અને હાર્દિકભાઈ અરવિંદભાઈ રાઠોડ ઉ.23 નામના યુવાનો બેંકનું કામ પતાવી નાસ્તો પાણી કરીને પોતાના ઘેર બાઈક પર જતાં હતાં ત્યારે બરવાળા નજીક રીક્ષા નંબર જીજે - 36 - યુ - 8018 સાથે જોરદાર અકસ્માત સર્જતાં બન્ને યુવકના મૃત્યુ નિપજ્યા હતા.જ્યારે રીક્ષા ચાલક સાગરભાઈ નંદલાલભાઈ દંતેસરિયા ઉ.28 રહે.ઘુટુ વાળાને ઇજાઓ પહોંચતા હાલમાં મોરબી સિવિલ હોસ્પિટલમાં સારવારમાં ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.