GDP યોજના હેઠળ વેરાન જમીનનું ચિત્ર બદલાયું : છેલ્લા 3-4 વર્ષમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં 67 લાખ કિલો ઘાસનું રાહત દરે વેચાણમોરબી : મોરબી વન વિભાગ હેઠળના કાલીકાનગર ક્ષેત્રિય રેન્જની કાલીકાનગર વીડી ખાતે વર્ષ 2026-27 દરમિયાન GDP યોજના અંતર્ગત હાથ ધરાયેલા 155 હેક્ટર વિસ્તારના ઘાસ વાવેતર પ્રોજેક્ટે વેરાન અને પથરાળ જમીનનું ચિત્ર જ બદલી નાખ્યું છે. વન વિભાગની ટીમના સુઆયોજિત આયોજનથી અહીં પશુપાલકો માટે ગુણવત્તાયુક્ત ઘાસચારાની વિપુલ તકો ઊભી થઈ છે.મોરબી ડિવિઝન હેઠળની આવી વીડીઓમાં ઉછેરવામાં આવતું ઘાસ અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ જેવી આપદા સમયે સંકટ સમયની સાંકળ સાબિત થાય છે. છેલ્લા 3-4 વર્ષમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં અંદાજિત 67 લાખ કિલો ઘાસનું રાહત દરે વેચાણ કરવામાં આવ્યું છે, જ્યારે ચાલુ વર્ષે હાલ અત્યાર સુધીમાં અંદાજિત 11 લાખ કિલો ઘાસનું વેચાણ કરાયું છે.આ પ્રોજેક્ટને સફળ બનાવવા માટે ચોમાસા પૂર્વેથી જ 155 હેક્ટરમાં સાઈટ ક્લીનીંગ, 'કુવાડીયા' જેવા નીંદણને દૂર કરવા દવા છંટકાવ અને રક્ષણ માટે કાંટાળી વાડ બનાવવામાં આવી હતી. ત્યારબાદ વિવિધ મોડેલ હેઠળ જૂન-જુલાઈમાં સ્થાનિક ઘાસના બીજ, માટી અને વર્મી કમ્પોષ્ટ ખાતરના મિશ્રણથી પ્રતિ હેક્ટર 1,00,000 જેટલા 'ટચકા પદ્ધતિ' થી વૈજ્ઞાનિક ઢબે વાવેતર કરાયું હતું. જેના પરિણામે અગાઉ સૂકી અને ઘાસ વિહોણી રહેતી આ વીડી આજે લીલાછમ ગ્રાસલેન્ડમાં ફેરવાઈ ગઈ છે, જે પર્યાવરણના સંવર્ધન સાથે ગ્રામીણ અર્થતંત્ર અને પશુઓ માટે મોટો સહારો બની છે.#Morbi #ForestDepartment #KalikanagarVidi #Grassland #Environment #MorbiUpdate #MorbiNews