મોરબી : સીટી બી ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન શહેરના સો-ઓરડી વિસ્તારમાં વરીયા મંદિર વાળી શેરી પાસે જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડી રહેલા આરોપી મકસુદભાઈ મુસાભાઈ ચૌહાણ ઉ. ૩૭, રહે. સો-ઓરડી વાળાને આંકડા લખી પૈસાની હારજીતનો જુગાર રમી-રમાડતો ઝડપી લીધો હતો. પોલીસે આરોપી પાસેથી રોકડા રૂ. ૧,૦૦૦, બોલપેન અને આંકડા લખેલી ડાયરી કબજે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધ્યો હતો.