બાઈક પર જઈ રહેલા પરિવારને બેફામ ડમ્પરે પાછળથી અડફેટે લેતા પત્ની ગંભીર રીતે ઘાયલમોરબી : મોરબી તાલુકાના ટીંબડી ગામના પાટીયાથી પીપળી ગામ તરફ જતા આર.સી.સી. રોડ પર નેશનલ હાઈવે નજીક બેફામ બનેલા ડમ્પર ચાલકે ત્રિપલ સવારી બાઇકને હડફેટે લઈ અકસ્માત સર્જતા આ ગમખ્વાર અકસ્માતમાં પિતા અને પુત્રના મોત નિપજ્યા હતા.જ્યારે પત્નીને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.બનાવ અંગે મધ્યપ્રદેશના વતની મૃતકના ભાઈએ ડમ્પર ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.પ્રાપ્ત વિગતો મુજબ ગત તા.18ના રોજ મૂળ મધ્યપ્રદેશના વતની દિનેશભાઈ પરમાર તેમના પત્ની લક્ષ્મીબેન અને પુત્ર આદેશ સાથે બાઈક નંબર GJ-36-AK-6669 પર કારખાનેથી મોરબી જઈ રહ્યા હતા.ત્યારે પાછળથી પુરઝડપે બેફામ બનીને ધસી આવેલા ડમ્પર નંબર GJ-36-V-9146ના ચાલકે બાઈકને જોરદાર ઠોકર મારી હતી. અકસ્માતમાં ગંભીર ઈજાઓને કારણે પિતા દિનેશભાઈ અને પુત્ર આદેશના કરુણ મોત નીપજ્યા હતા, જ્યારે લક્ષ્મીબેનને બંને પગમાં ફ્રેક્ચર સહિત ગંભીર ઈજાઓ પહોંચી હતી. બનાવ અંગે મૃતકના ભાઈ મદનભાઈ પરમારે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.