અખિલ ભારતીય સાંસ્કૃતિક સંઘ અને યુનેસ્કો દ્વારા આયોજિત 16મા ઇન્ટર કલ્ચરલ ઓલમ્પિયાડમાં સંગીત અને નૃત્ય ક્ષેત્રે મોરબીના કલાકારોનો દબદબોમોરબી : અખિલ ભારતીય સાંસ્કૃતિક સંઘ (પૂના) અને યુનેસ્કો દ્વારા તા. 12 થી 16 નવેમ્બર દરમિયાન અંદમાન અને નિકોબાર ખાતે 16મા ઇન્ટર કલ્ચરલ ઓલમ્પિયાડ ઓફ પરફોર્મિંગ આર્ટ્સ-2026 નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં મોરબીના કલાકારોએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી વિવિધ મેડલ અને એવોર્ડ જીતીને મોરબીનું ગૌરવ વધાર્યું છે.વિજેતા કલાકારોની યાદી • સંગીત ક્ષેત્રે ડો. મેહુલ શેઠે ગોલ્ડ મેડલની સાથે ગ્લોબલ લાઈમ સ્ટાર એવોર્ડ અને મૂવમેન્ટ ઓફ ઓનર એવોર્ડ પ્રાપ્ત કર્યો છે. • નૃત્ય ક્ષેત્રે શ્રીબેન ગોરીયાએ ગોલ્ડ મેડલ અને ગ્લોબલ એક્સીલન્સ એવોર્ડ જીત્યો છે. • સંગીત ક્ષેત્રે હર્મન શેઠ અને જેનીસ દલસાણીયાએ સિલ્વર મેડલ મેળવ્યો છે. • નૃત્ય ક્ષેત્રે હિત્વા અને આરાધ્યા (ડ્યુએટ) તેમજ યશસ્વી પાંચોટીયાએ સિલ્વર મેડલ હાંસલ કર્યો છે. • સંગીત ક્ષેત્રે અજય રાજપૂત તેમજ નૃત્ય ક્ષેત્રે ક્યારા બાલધા અને યસ્વી પરમારે બ્રોન્ઝ મેડલ જીતીને શાનદાર સિદ્ધિ મેળવી છે.આ તમામ કલાકારોની શાનદાર સિદ્ધિ બદલ મોરબીના કલાપ્રેમીઓ અને નગરજનો તરફથી અભિનંદનની વર્ષા થઈ રહી છે.#Morbi #CulturalOlympiad #Andaman #PerformingArts #Music #Dance #MorbiArtists #PrideOfMorbi #MorbiUpdate #MorbiNews