એક સાથે 5 વાહનોની ટક્કર, ડમ્પરે અચાનક બ્રેક મારતા અકસ્માત સર્જાયો હોવાનું તારણમોરબી અપડેટ : મોરબીમાં કુબેર સિનેમા પાસે આવેલ વિશાલ ફર્નીચરથી થોડા આગળ આજે સવારે 5 વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જો કે સદનસીબે આ અકસ્માતમાં માત્ર બે લોકોને સામાન્ય ઇજા પહોંચતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર કુબેર સિનેમા પાસે આવેલા વિશાલ ફર્નિચરથી થોડે આગળ માળીયા તરફ જતા માર્ગ પર 5 વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, માળીયા તરફ જઈ રહેલા એક ડમ્પરના ચાલકે અચાનક બ્રેક મારી હતી. ડમ્પરે અચાનક બ્રેક મારતા તેની પાછળ આવી રહેલા વાહનો એકબીજા સાથે ધડાકાભેર અથડાયા હતા. આ અકસ્માતમાં ડમ્પરની પાછળ રહેલી 2 ઇકો કાર, 1 બ્રેઝા કાર અને તેની પાછળ આવી રહેલો 1 ટ્રક અડફેટે ચડ્યા હતા.આ બનાવમાં 2 વ્યક્તિઓને સામાન્ય ઈજાઓ પહોંચી છે, જ્યારે કોઈને ગંભીર ઈજા થઈ ન હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતને કારણે થોડી વાર માટે સ્થળ ઉપર ટ્રાફિક જામ સર્જાઈ ગયો હતો. #Accident #RoadAccident #KuberCinema #Dumper #BreakingNews