1000 શબ્દોનો પરિપત્ર ટાઈપ કરી ઈ-સરકારમાં અપલોડ કરવાનો ટાસ્ક અપાયો, વિજેતાઓ અને સ્પર્ધકોને પ્રમાણપત્રથી સન્માનિત કરાયામોરબી અપડેટ : મોરબી જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટર કચેરી હેઠળ આવતા તમામ વિભાગોના કર્મચારીઓ માટે ટાઈપિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા આયોજિત આ સ્પર્ધામાં ખુદ કલેક્ટર સહિત કુલ 19 કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.આ ટાઈપિંગ સ્પર્ધામાં દરેક સ્પર્ધકને 1000 શબ્દોનો એક પરિપત્ર આપવામાં આવ્યો હતો, જે નિયત નમૂના મુજબ ટાઈપિંગ એક્યુરેસી સાથે ટાઈપ કરીને ઈ-સરકારમાં અપલોડ કરવાનો હતો. સ્પર્ધાના અંતે પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે વિજેતા થયેલા તથા ભાગ લેનાર તમામ સ્પર્ધકોને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. ઈ-સરકારની કામગીરીને પ્રોત્સાહન આપવા તેમજ સરકારી કચેરીની દરેક કામગીરી વધુ ઝડપી, પારદર્શક અને ડિજિટલ બને તે હેતુથી આ ટાઈપિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.#MorbiUpdate #MorbiNews #Morbi #MorbiCollector #SwapnilKhare #TypingCompetition #eSarkar #DigitalGovernance #GujaratNews