પવન ઉત્તર-પૂર્વનો અને હવામાન સૂકું રહેશે ; બંગાળની ખાડીમાં 'અકવાન' વાવાઝોડું સક્રિય : હવામાન નિષ્ણાંત રમેશ બસીયાની આગાહીમોરબી અપડેટ : મધ્ય-પશ્ચિમ બંગાળની ખાડીમાં અતિ ગંભીર ચક્રવાતી વાવાઝોડું 'અકવાન' સક્રિય થયું છે. આ વાવાઝોડું હાલ ખૂબ જ ધીમી ગતિએ ઉત્તર-ઉત્તરપશ્ચિમ દિશામાં આંધ્રપ્રદેશના કાંઠા તરફ આગળ વધી રહ્યું છે. જોકે, આ વાવાઝોડાની ગુજરાત પર કોઈ અસર નહિ થાય અને રાજ્યમાં માવઠાની શક્યતા નહિવત હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે.હવામાન અંગે આગાહી કરતા રમેશ બસીયા (નાના ખીજડીયા, ટંકારા) ના અંદાજ મુજબ, 19 તારીખ સાંજથી આ વાવાઝોડું નબળું પડવાનું શરૂ થશે. ત્યારબાદ તે જેમ આગળ વધશે તેમ વધુ નબળું પડતું જશે. જયારે તે 20 તારીખે કાંઠા નજીક આવશે ત્યારે તે નબળું પડીને ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ જાય તેવી શક્યતા છે.આ વાવાઝોડાની સિસ્ટમથી ગુજરાતમાં કોઈ અસર થશે નહિ, એટલે હાલ માવઠું થવાની કોઈ શક્યતા નથી. મોરબી સહિત સમગ્ર રાજ્યમાં હવે ધીમે-ધીમે શિયાળાનો પગરવ થશે. આગામી 20 નવેમ્બરથી રાજ્યમાં લઘુતમ અને મહત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાશે. જેમાં મહત્તમ તાપમાન 30 કે 31 ડિગ્રી અને લઘુતમ તાપમાન 16 થી 18 ડિગ્રી આસપાસ એટલે કે નોર્મલ લેવલ પર આવી જશે. આ સમયગાળા દરમિયાન પવન ઉત્તર-પૂર્વ દિશાનો રહેશે અને હવામાન એકદમ સૂકું રહેશે.(સાવચેતી : વાવાઝોડા કે સ્ટોર્મની સત્તાવાર આગાહી અને એલર્ટ માટે ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવા જણાવાયું છે.)#MorbiUpdate #WeatherUpdate #CycloneAkwan #MorbiWeather #GujaratWeather #WinterAlert #Tankara #MorbiNews #WeatherNews