મોરબી એસટી ડેપો દ્વારા અન્ય ડિવિઝનને 5 બસ ફાળવાશે: જો ટ્રાફિક વધશે તો જ જૂનાગઢ માટે વધારાની બસ દોડાવાની તૈયારી, જુઓ.. જૂનાગઢ રૂટની નિયમિત બસોનું ટાઈમ ટેબલમોરબી અપડેટ : આગામી 20 થી 24 નવેમ્બર દરમિયાન જૂનાગઢ ખાતે ગિરનારની લીલી પરિક્રમાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પરિક્રમામાં મોરબી જિલ્લામાંથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ગિરનાર જતા હોય છે. જોકે, મોરબી એસટી ડેપો દ્વારા પરિક્રમા માટે જૂનાગઢ જવા હાલ કોઈ સીધી એક્સ્ટ્રા બસની ફાળવણી કરવામાં આવી નથી. શ્રદ્ધાળુઓ મોરબીથી ઉપડતી અથવા અહીંથી પસાર થતી જૂનાગઢ રૂટની નિયમિત 22 બસોનો ઉપયોગ કરી શકશે.પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબી ડેપો દ્વારા 5 જેટલી બસો અન્ય ડિવિઝનને જૂનાગઢ માટે ફાળવી દેવામાં આવશે. જેમાં 3 બસ રાજકોટ ડેપોને, 1 બસ જૂનાગઢ અને 1 બસ જેતપુર ડેપોને આપવામાં આવશે. મોરબી ડેપોના મેનેજર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, હાલ પૂરતી મોરબીથી જૂનાગઢ પરિક્રમા માટે કોઈ સ્પેશિયલ બસ મૂકવામાં આવી નથી, પરંતુ જો આગામી દિવસોમાં મુસાફરોનો ટ્રાફિક જોવા મળશે અને જરૂરિયાત ઊભી થશે, તો ડેપો દ્વારા તાત્કાલિક ધોરણે એક્સ્ટ્રા બસ દોડાવવામાં આવશે.હાલમાં મોરબીથી જૂનાગઢ અને તે રૂટ પર (સોમનાથ, વેરાવળ, માંગરોળ, કોડીનાર વગેરે) જતી બસોનું ટાઈમ ટેબલ નીચે મુજબ છે, જેના દ્વારા શ્રદ્ધાળુઓ પરિક્રમામાં જવા માટે પોતાનું આયોજન કરી શકે છે:● 5:45 AM - મોરબી થી વેરાવળ ● 6:45 AM - હળવદ થી બાટવા● 8:20 AM- અંજાર થી બાટવા● 8:45 AM - મોરબી થી જૂનાગઢ ● 9:30 AM - ભુજ થી કેશોદ ● 10:00 AM - મુંદ્રા થી સોમનાથ● 10:45 AM - ભુજ થી વેરાવળ● 12:45 PM- રાધનપુર થી સોમનાથ● 1:30 PM - મોરબી થી જશાપુર● 1:45 PM - ભુજ થી માંગરોળ● 2:40 PM - મુંદ્રા થી સોમનાથ ● 3:40 PM - રાપર થી જૂનાગઢ● 6:30 PM - ભુજ થી બાટવા● 8:20 PM - નારણસરોવર થી બાટવા● 10:00 PM - મુંદ્રા થી કોડીનાર (સ્લીપર) ● 11:00 PM - મુંદ્રા થી સોમનાથ (સ્લીપર) ● 12:00 AM - જખો થી દીવ ● 12:15 AM - નખત્રાણા થી સોમનાથ ● 1:15 AM - ભુજ થી કોડીનાર (સ્લીપર)● 1:45 AM - જખો થી જૂનાગઢ (સ્લીપર) ● 2:00 AM - ભુજ થી વેરાવળ (સ્લીપર)● 2:50 AM - નલિયા થી જૂનાગઢ (સ્લીપર)#Morbi #Junagadh #GirnarParikrama #LiliParikrama #MorbiSTDepot #Saurashtra #MorbiUpdate #News