અધિકૃત લાયસન્સવાળી પેઢી કે મંડળીઓ પાસેથી જ ખરીદી કરવા અને ફરજિયાત પાકું બિલ લેવા ખેતીવાડી વિભાગની તાકીદમોરબી : મોરબી જિલ્લાના તમામ ખેડૂતો આગામી શિયાળુ સીઝન માટે જરૂરી બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી કરે ત્યારે સાવચેતી રાખવા માટે જિલ્લા નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) દ્વારા વિશેષ માર્ગદર્શિકા પ્રસિદ્ધ કરવામાં આવી છે.માર્ગદર્શિકા મુજબ, ખેડૂતોએ હંમેશા અધિકૃત લાયસન્સ ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા માન્ય વિક્રેતાઓ પાસેથી જ કૃષિ ઇનપુટ્સ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ. આર્થિક છેતરપિંડીથી બચવા માટે કોઈપણ સંજોગોમાં લાયસન્સ ન ધરાવતા હોય તેવી વ્યક્તિઓ, ફેરીયાઓ કે લેભાગુ તત્વો પાસેથી બિયારણ, ખાતર કે દવાઓની ખરીદી ક્યારેય કરવી નહીં.ખરીદી કરતી વખતે વેપારી પાસેથી તેના લાયસન્સ નંબર, પૂરું નામ, સરનામું અને ખરીદેલ ઇનપુટનું નામ તથા લોટ નંબર દર્શાવતું પાકું બિલ સહી સાથે અવશ્ય માંગવું અને લેવું. મુદત પૂરી થઈ ગઈ હોય (એક્સપાયર થયેલ) તેવા ઇનપુટ્સ કોઈપણ સંજોગોમાં ખરીદવા નહીં અને હંમેશા વૈજ્ઞાનિક ભલામણ મુજબના જથ્થામાં જ તેનો ખેતીમાં ઉપયોગ કરવો.જો બજારમાં અનધિકૃત અથવા મળતા આવતા નામના અમાન્ય બિયારણ, ખાતર કે દવાઓનું વેચાણ થતું હોવાનું ધ્યાને આવે, તો તત્કાલિક સંબંધિત ખેતીવાડી અધિકારી અથવા જિલ્લાના નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) ની કચેરીને જાણ કરવા ખેડૂતોને અપીલ કરવામાં આવી છે.#Morbi #Farmers #Agriculture #WinterSeason #RabiCrop #MorbiUpdate #MorbiNews