'ધૂમ' સ્ટાઈલથી બાઈક ચલાવતા અને મોડિફાઈડ સાયલેન્સરવાળા બાઇક ચાલકો સામે કાર્યવાહીમોરબી અપડેટ : મોરબીમાં મોડી રાત્રિના સમયે ધૂમ સ્ટાઈલથી અને મોડિફાઈડ સાયલેન્સરવાળા બાઈક લઈને નીકળતા યુવાનો સામે ટ્રાફિક પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. છેલ્લા ઘણા સમયથી શહેરમાં રાત્રે 10 વાગ્યા પછી મહેન્દ્ર ડ્રાઇવ રોડ, પાડા પુલ, મયુર પુલ સહિતના વિસ્તારોમાં ફૂલ સ્પીડમાં બાઈક ચલાવવાની ફરિયાદો ઉઠી રહી હતી. આ બાઈક ચાલકો કાન ફાડી નાખે તેવા મોટા અવાજ સાથે વાહનો ચલાવતા હોવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. ટ્રાફિક પોલીસ દ્વારા રાત્રિના સમયે શહેરના જુદા જુદા પોઇન્ટ પર ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. મહેન્દ્ર ડ્રાઇવ રોડ (પુલના છેડે), વીસી ફાટક, નટરાજ ફાટક, ત્રાજપર ચોકડી, શક્તિ ચોક સહિતના વિસ્તારોમાં પોલીસે વાહન ચેકિંગ હાથ ધર્યું હતું. આ ડ્રાઇવમાં ટ્રાફિક પીઆઈ એચ.વી. ઘેલા, પીએસઆઈ ડી.બી. ઠક્કર અને એન.ઓ. અબડા સહિતના દ્વારા જુદા જુદા પોઇન્ટ પર ઉભા રહીને સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં ધૂમ સ્ટાઈલમાં અને મોડિફાઈડ સાયલેન્સર સાથે બાઈક ચલાવતા વાહનચાલકોને ઝડપી લઈને ટ્રાફિક પોલીસ દ્વારા તેમની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.#Morbi #MorbiUpdate #MorbiPolice #TrafficPolice #RoadSafety #ModifiedSilencer #MorbiNews