મોરબી અપડેટ : મોરબી શહેરમાં લીલાપર કેનાલ રોડ પર સ્ટ્રીટ લાઈટો બંધ હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ મુખ્ય માર્ગ પર આવેલી સ્ટ્રીટ લાઈટોમાંથી આશરે 60 ટકા જેટલી લાઈટો બંધ હાલતમાં હોવાથી રાત્રિના સમયે રોડ પર ભારે અંધારપટ છવાઈ જાય છે.લીલાપર કેનાલ રોડ પર વાહનવ્યવહારની સતત અવરજવર રહેતી હોય છે, પરંતુ મોટાભાગની સ્ટ્રીટ લાઈટો બંધ હોવાથી અકસ્માત સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે. અંધારાના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક રહીશો અને વાહનચાલકો દ્વારા તંત્રને રજૂઆત કરવામાં આવી છે કે આ બંધ પડેલી સ્ટ્રીટ લાઈટો સત્વરે રિપેર કરીને ચાલુ કરવામાં આવે, જેથી લોકોને પડતી મુશ્કેલીઓનો અંત આવે અને અકસ્માતનો ખતરો ટાળી શકાય.#Morbi #MorbiUpdate #MorbiNews #LilaparCanalRoad #StreetLightIssue #MorbiProblems #CivicIssue #TrafficSafet