માનસર અને બેલા સબ સ્ટેશનમાં મેન્ટેનન્સની કામગીરી હોવાથી વિવિધ વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાશેમોરબી અપડેટ : પીજીવીસીએલની મોરબી ઔદ્યોગિક પેટા વિભાગ અને જેતપર ઔદ્યોગિક પેટા વિભાગની કચેરી દ્વારા જણાવાયું છે કે, 18/11/2026 ને બુધવારના રોજ 66 કેવી માનસર અને 66 કેવી બેલા સબ સ્ટેશનમાં મેન્ટેનન્સની કામગીરી કરવાની હોવાથી જુદા-જુદા વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે.મોરબી ઔદ્યોગિક પેટા વિભાગ (માનસર સબ સ્ટેશન)66 કેવી માનસર સબ સ્ટેશન હેઠળ આવતા ભક્તિનગર જેજીવાય, બાથકો જેજીવાય, આત્મજયોત જેજીવાય, ગ્રેનિયા ઇન્ડ., એક્સપર્ટ ઇન્ડ. તથા સાદુરકા એજી ફીડરોમાં સવારે 8:00 થી સાંજના 5:00 વાગ્યા સુધી પાવર કાપ રહેશે. જેથી આ ફીડરમાં આવતા ગામો જેવા કે ભક્તિનગર, રવાપર નદી, અમરનગર, દાદાશ્રીનગર, તેમજ રોડ ઉપર આવતા કોમ્પ્લેક્ષોમાં તેમજ તમામ રહેણાંક, વાણિજ્ય અને ઔદ્યોગીક (એચ.ટી) વીજજોડાણોમાં વીજ પુરવઠો બંધ રહેશે.જેતપર ઔદ્યોગિક પેટા વિભાગ (બેલા સબ સ્ટેશન)66 KV બેલા સબ સ્ટેશનમાંથી નીકળતા તમામ ઇન્ડસ્ટ્રીઅલ અને જેજીવાય ફીડરોમાં સવારે 7:30 થી સાંજે 4:00 વાગ્યા સુધી GETCO ની મેન્ટેનન્સ કામગીરી માટે વીજ પુરવઠો બંધ રહેશે. આથી ઉપર મુજબના ફીડરમાં આવતા તમામ વાણિજ્ય, રહેણાંક તેમજ ઔદ્યોગીક (એચ.ટી) વીજજોડાણોમાં પાવર બંધ રહેશે.મેન્ટેનન્સની કામગીરી પૂર્ણ થયે કોઈપણ પ્રકારની અગાઉથી જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે તેમ નાયબ ઇજનેર, મોરબી અને જેતપર દ્વારા જણાવાયું છે.#Morbi #PGVCL #PowerCut #MorbiUpdate #Jetpar #BelaSubStation #MansarSubStation #MorbiNews #GujaratNews #ElectricityUpdate