મોરબી : મોરબી નજીક પીપળી રોડ પર પુલની બાજુમાં જ રસ્તાની વચ્ચોવચ એક મસમોટો અને જોખમી ખાડો પડી ગયો છે. આ રસ્તા પરથી પસાર થતા મોટા વાહનો અને ફોર-વ્હીલર કાર પણ આ ખાડામાં ખરાબ રીતે પછડાઈ રહ્યા છે, જેના કારણે વાહનોને ભારે આંચકો વાગી રહ્યો છે. સ્થાનિકો દ્વારા ભારે ચિંતા વ્યક્ત કરતા જણાવાયું છે કે, મોટા વાહનો તો જેમ તેમ કરીને પસાર થઈ જાય છે, પરંતુ જો કોઈ ટુ-વ્હીલર ચાલક અચાનક સ્પીડમાં આ ખાડા પાસે આવી જાય તો તે સીધો જમીન પર પટકાઈ શકે છે. આ ખાડો એટલો ભયજનક છે કે તેના કારણે કોઈ મોટો અને જીવલેણ અકસ્માત સર્જાઈ શકે છેઆ ગંભીર અને જીવલેણ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, તંત્ર તાત્કાલિક ધોરણે આ રસ્તાનું સમારકામ કરાવે તેવી માંગ ઉઠાવામાં આવી છે.