લાઈનો અને ભીડમાંથી મળશે મુક્તિ: QR કોડથી સરળતાથી ખાતર મળશે અને કાળાબજારી પર લાગશે બ્રેકમોરબી અપડેટ : સાબરકાંઠા અને નવસારી જિલ્લામાં પાયલોટ પ્રોજેક્ટ સફળ રહ્યા બાદ હવે આગામી ડિસેમ્બર 2026 થી મોરબી સહિત સમગ્ર રાજ્યમાં સબસીડીવાળા રાસાયણિક ખાતર માટે નવી ડિજિટલ વિતરણ વ્યવસ્થા લાગુ થવા જઈ રહી છે. ભારત સરકાર દ્વારા ફ્રેમવર્ક ફોર ફર્ટિલાઈઝર સેલ (FFS) નામની મોબાઈલ એપ્લિકેશન શરૂ કરવામાં આવી છે, જેને ખેડૂતો ગૂગલ પ્લે સ્ટોર પરથી સરળતાથી ડાઉનલોડ કરી શકશે.2 દિવસમાં મેળવી લેવો પડશે જથ્થોઆ નવી સિસ્ટમ અંતર્ગત હવે ખેડૂતો પોતાના મોબાઈલથી જ ખાતરનું એડવાન્સ બુકિંગ કરી શકશે. જેનાથી સહકારી મંડળીઓ અને વેપારીઓ પાસે લાગતી લાંબી કતારોમાંથી છુટકારો મળશે. એપ દ્વારા બુકિંગ કર્યાના 2 દિવસની અંદર ખેડૂતે વિક્રેતા પાસેથી ખાતરનો જથ્થો ખરીદી લેવાનો રહેશે. જો 2 દિવસમાં ખાતર નહીં લેવામાં આવે તો બુકિંગ આપોઆપ રદ થઈ જશે અને નવેસરથી બુકિંગ કરવું પડશે.ઘરે બેઠા જાણી શકાશે ખાતરનો સ્ટોકઆ ડિજિટલ પદ્ધતિથી ખેડૂતો ઘરે બેઠા જ જાણી શકશે કે કયા વેપારી પાસે કયા ખાતરનો કેટલો સ્ટોક છે. બુકિંગ કરેલું હોવાથી દુકાને જઈને સીધું જ ખાતર મેળવી શકાશે. આ ઉપરાંત દરેક વેચાણનો ડિજિટલ રેકોર્ડ જળવાઈ રહેવાથી પારદર્શિતા આવશે. ખાતરની કાળાબજારી અને ખાતરની સાથે અન્ય વસ્તુઓ ફરજિયાત પધરાવી દેવાના (ટેગિંગ) દૂષણ પર પણ કડક રોક લાગશે.આ નવી ડિજિટલ પ્રક્રિયાને લઈને મોરબી જિલ્લાના તમામ ડીલરોને જરૂરી તાલીમ આપી દેવામાં આવી છે. આ અંગે વધુ માહિતી અને માર્ગદર્શન મેળવવા માટે ખેડૂતોને પોતાના વિસ્તારના ગ્રામ સેવક, ખેતી મદદનીશ અથવા ખાતર વિક્રેતાનો સંપર્ક કરવા મોરબી નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.#Morbi #MorbiUpdate #MorbiNews #Farmers #FFSApp #AgricultureNews #Fertilizer #DigitalIndia #GujaratFarmers