ટ્રેક પાસેના બેટરી બોક્સમાં આગ લાગતા રાત્રે 9:30 કલાકની ટ્રેન અધવચ્ચે રોકી દેવાઈમોરબી અપડેટ : વાંકાનેરથી મોરબી આવતી ડેમુ ટ્રેનમાં સામાન્ય આગ લાગવાની ઘટના સામે આવી છે. આ ઘટનાને પગલે ટ્રેનને મકનસર ખાતે અટકાવી દેવામાં આવી હતી અને મુસાફરોને ભારે હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો.સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, વાંકાનેરથી રાત્રે 9:30 કલાકે ઉપડતી અને 10:00 કલાકે મોરબી પહોંચતી છેલ્લી ડેમુ ટ્રેન જ્યારે મકનસર નજીક પહોંચી ત્યારે રેલવે પાટા પાસે આવેલા બેટરી બોક્સમાં સામાન્ય આગ લાગી હતી. આગ લાગવાની આ ઘટનાને પગલે સાવચેતીના ભાગરૂપે ટ્રેનને મકનસર સ્ટોપ પર જ ઊભી રાખી દેવામાં આવી હતી.ટ્રેન અધવચ્ચે જ રદ કરી દેવાતા મુસાફરો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. રાત્રિના સમયે મુસાફરોને મોરબી પહોંચવા માટે મકનસરથી હાઇવે સુધી ચાલીને અન્ય ખાનગી વાહનો શોધવાની ફરજ પડી હતી. આ સમગ્ર ઘટના અને હાલાકી અંગે સત્તાવાર માહિતી મેળવવા માટે મોરબી અને વાંકાનેરના રેલવે અધિકારીનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેઓ દ્વારા ફોન રિસીવ કરવામાં આવ્યો ન હતો.#MorbiUpdate #Morbi #Wankaner #DemuTrain #RailwayIncident #Makansar #MorbiNews #GujaratNews #TrainFire