મોરબી અપડેટ : ટંકારા ખાનગી ક્ષેત્રમાં સારી નોકરી મેળવવા ઇચ્છતા મોરબી જિલ્લાના યુવાનો માટે એક સોનેરી તક આવી છે. રોજગાર વિનિમય કચેરી-મોરબી દ્વારા આગામી તારીખ 19 નવેમ્બર, 2026 ના રોજ ટંકારા આઈ.ટી.આઈ. ખાતે એક ભવ્ય ઔદ્યોગિક ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.આ ભરતીમેળામાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રની વિવિધ કંપનીઓ અને નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને વિનામુલ્યે સ્થળ પર જ ઉમેદવારોની પસંદગીની કાર્યવાહી કરશે.કોણ ભાગ લઈ શકશે?18 થી 35 વર્ષની ઉંમર ધરાવતા અને નોનમેટ્રીક, ધોરણ 10 પાસ (SSC), ધોરણ 12 પાસ (HSC), આઇટીઆઇ (ITI) કે સ્નાતક (Graduate) સુધીની શૈક્ષણિક લાયકાત ધરાવતા તમામ ઉમેદવારો આ ભરતીમેળામાં ભાગ લઈ શકશે. રાહતની વાત એ છે કે, જે ઉમેદવારોએ રોજગાર વિનિમય કચેરી ખાતે પોતાનું નામ નોંધાવેલું નથી, તેઓ પણ આ મેળામાં સીધા જ હાજર રહીને રોજગારીની તક મેળવી શકશે.કયા ડોક્યુમેન્ટ્સ સાથે રાખવા?નોકરી મેળવવા ઇચ્છુક ઉમેદવારોએ પોતાના તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો (માર્કશીટ વગેરે), શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (LC), પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ અને પોતાના બાયોડાટા (રેઝ્યુમ) સાથે સ્વખર્ચે નીચે જણાવેલ સ્થળે અને સમયે અચૂક પહોંચી જવાનું રહેશે.ભરતીમેળાની વિગત: * તારીખ: 19 નવેમ્બર, 2026 * સમય: સવારે 11:00 કલાકે * સ્થળ: ટંકારા આઈ.ટી.આઈ., રામદેવ પીરના મંદિરની બાજુમાં, રાજકોટ - મોરબી હાઇવે, ટંકારા.મોરબી જિલ્લા રોજગાર અધિકારી દ્વારા વધુને વધુ યુવાનોને આ ઔદ્યોગિક ભરતીમેળાનો લાભ લેવા માટે અપીલ કરવામાં આવી છે.