છોકરાને ઠપકો આપ્યાનો ખાર રાખી ધારીયા, પાઇપ અને ધોકા વડે ખૂની હુમલો: માથામાં ધારીયાના ઘા ઝીંકતા એકને ગંભીર ઇજા પહોંચીમાળિયા (મિયાણા): માળિયા મિયાણામાં માતમ ચોક નજીક છોકરાને ઠપકો આપવા જેવી સામાન્ય બાબતમાં 9 જેટલા શખ્સોએ હથિયારો સાથે ધસી આવીને એક પરિવાર પર ખૂની હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. હુમલાખોરોને સમજાવવા વચ્ચે પડેલા લોકોને પણ લાકડાના ધોકા અને લોખંડના પાઇપ વડે ઢોર માર મારવામાં આવ્યો હતો. આ હુમલામાં એક વ્યક્તિને માથાના ભાગે ધારીયાનો ઘા વાગતા ગંભીર ઇજા (હેમરેજ) પહોંચી છે.પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ માળિયા(મીં) માં તળાવની પાળ પાસે રહેતા કારૂભાઈ હાસમભાઇ માણેક (ઉ.વ. 40) ના કુટુંબી ભાઈ નિજામભાઇએ ગામના ફારૂક જેડાના દીકરાને તોફાન કરવા બાબતે ઠપકો આપી ઘરે જવાનું કહ્યું હતું. આ બાબતનો ખાર રાખીને ગત તા. 15/11/2026 ના રોજ સવારે ફારૂક દિલાવરભાઈ જેડા અને તેનો ભાઈ સલીમ ઉર્ફે પલ્લો સહિત 9 લોકો હથિયારો સાથે ધસી આવ્યા હતા અને નિજામભાઇને ગાળો આપી થપ્પડો મારવા લાગ્યા હતા.આ સમયે ફરિયાદી કારૂભાઈ, તેમના ભાભી મરીયમબેન અને દીકરી યાશ્મીન વચ્ચે પડીને હુમલાખોરોને સમજાવવાનો પ્રયાસ કરતા હતા. ત્યારે ઉશ્કેરાયેલા હુમલાખોરોએ નિજામભાઇ, મરીયમબેન અને યાશ્મીનને લોખંડના પાઇપ અને લાકડાના ધોકા વડે માર મારવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન ફારૂક અને સલીમે ફરિયાદી કારૂભાઈના માથાના મધ્ય ભાગે ધારીયાનો ઘા મારી દેતા તેમને ગંભીર ઇજા પહોંચી હતી અને લોહીલુહાણ હાલતમાં તેઓ બેભાન થઈ ગયા હતા.કારૂભાઈને માથામાં હેમરેજ જેવી ગંભીર ઇજા હોવાથી પહેલા જેતપુર સી.એચ.સી., બાદમાં મોરબી ક્રિષ્ના હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર અર્થે રાજકોટની સ્ટર્લિંગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ઓપરેશન બાદ હાલ તેમની સારવાર ચાલી રહી છે.ભાનમાં આવ્યા બાદ કારૂભાઈએ હુમલો કરનાર 9 શખ્સો 1. ફારૂક દિલાવરભાઈ જેડા, 2. સલીમ ઉર્ફે પલ્લો જેડા, 3. અસગર રમજાન મોવર, 4. સમીર સુભાન મોવર, 5. આર્યન રમજાન મોવર, 6. હનીફ અબ્બાસ ભટ્ટી, 7. વલીમામદ સાવદીન જેડા, 8. ફારૂકની માતા અને 9. ફારૂકની પત્ની હુરબાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. માળિયા(મીં) પોલીસે હુમલાખોરો સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.#Morbi #MorbiUpdate #MorbiNews #MaliyaMiyana #CrimeNews #AssaultCase #AttemptToMurder #GujaratPolice