મહાનગરપાલિકા બન્યાને 2 વર્ષ છતાં સમસ્યા યથાવત : પીક અવર્સમાં ટ્રાફિક જામ અને આખલા યુદ્ધથી લોકોને હાલાકીમોરબી અપડેટ : મોરબીને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યાને 2 વર્ષ જેટલો સમય થવા આવ્યો હોવા છતાં શહેરમાં રઝળતા ઢોરની સમસ્યાનો હજુ સુધી કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી. મોરબીના વીસી ફાટકથી શક્તિ ચોક તરફ આવવાના માર્ગ પર જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી સામે દરરોજ રઝળતા ઢોર મોટા પ્રમાણમાં જોવા મળે છે, જેના કારણે રોજિંદા વાહનચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.ખાસ કરીને સાંજના પીક અવર્સમાં આ સમસ્યા વધુ વિકટ બને છે. સાંજના સમયે સિરામિક ઉદ્યોગમાંથી છૂટતા લોકોની આ માર્ગ પર ભારે અવરજવર હોય છે, તેવા સમયે જ રસ્તા વચ્ચે ઢોર બેસી જતા હોવાથી ભારે ટ્રાફિક જામ સર્જાય છે. ટ્રાફિક જામ એટલી હદે વકરે છે કે એક તરફ શક્તિ ચોકથી લઈને બીજી તરફ બેઠા પુલ થઈને મણીમંદિર સુધી વાહનોની લાંબી લાઈનો લાગી જાય છે.આ ટ્રાફિકની સમસ્યા ઓછી હોય તેમ અહીં છાસવારે આખલાઓ ભેગા થઈ જતા 'આખલા યુદ્ધ' ના દ્રશ્યો પણ સર્જાય છે. રસ્તા વચ્ચે લડતા આખલાઓને કારણે અકસ્માત થવાની શક્યતાઓ રહેલી છે, જેથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓમાં ભયનો માહોલ રહે છે. મહાનગરપાલિકા દ્વારા વહેલી તકે આ બાબતે કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી માંગ ઉઠી છે.#Morbi #StrayCattle #TrafficJam #CivicIssue #MorbiMahanagarpalika #MorbiUpdate #MorbiNews