કથાના મંડપમાં જ આર્થિક ખર્ચ વિના કાસુંદ્રા પરિવારની બે દીકરીઓના આદર્શ લગ્ન યોજાયા: રક્તદાન કેમ્પમાં 201 બોટલ રક્ત એકત્રિત થયુંમોરબી અપડેટ : મોરબી જિલ્લાના આમરણ (ડાયમંડનગર) ખાતે સમસ્ત કાસુંદ્રા પરિવાર (ગુજરાત) ના ઉપક્રમે આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ અને નવચંડી યજ્ઞ મહોત્સવ ધામધૂમપૂર્વક અને હર્ષોલ્લાસ સાથે સંપન્ન થયો છે. ધાર્મિક મહોત્સવની સાથે સાથે સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવીને કાસુંદ્રા પરિવારે સમગ્ર પાટીદાર સમાજ અને અન્ય સમાજ માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.મહામંડલેશ્વર પૂ. અવધકિશોરદાસજી મહારાજ (મોઢેરા) ના વ્યાસાસને યોજાયેલી આ કથામાં દરરોજ હજારોની સંખ્યામાં શ્રોતાઓએ કથામૃત અને મહાપ્રસાદનો લાભ લીધો હતો. કથા દરમિયાન રામ જન્મ અને કૃષ્ણ જન્મોત્સવ સહિતના પ્રસંગોની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.ગૌશાળા માટે 26 લાખનું ભંડોળ એકત્રિતઆમરણ (ડાયમંડનગર) ખાતે આવેલી ગૌશાળામાં હાલ 650 જેટલી નિરાધાર ગાયોનો નિભાવ થઈ રહ્યો છે અને ગામના યુવાનો નિઃસ્વાર્થ ભાવે સેવા કરી રહ્યા છે. આ ગૌમાતાઓના લાભાર્થે કથા દરમિયાન યોજાયેલા લોક ડાયરામાં દાતાઓ અને કલાકારો પર થયેલા રૂપિયાના વરસાદ થકી માત્ર બે કલાકમાં જ રૂપિયા 26 લાખનું માતબર ભંડોળ એકત્રિત થયું હતું. આ ઉપરાંત, સિવિલ હોસ્પિટલના લાભાર્થે યોજાયેલા મહારક્તદાન કેમ્પમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર ભાગ લઈ 201 બોટલ રક્ત અર્પણ કર્યું હતું.ખર્ચ વિના આદર્શ લગ્ન - સમાજને નવો રાહપાટીદાર સમાજ હંમેશા સામાજિક પ્રસંગોમાં નવી પહેલ કરવા માટે જાણીતો છે. કથામાં રુક્ષ્મણી વિવાહના પ્રસંગના દિને જ કાસુંદ્રા પરિવારની બે દીકરીઓએ કથાના મંડપમાં જ શાસ્ત્રોક્ત વિધિથી પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. કોઈ પણ પ્રકારના આર્થિક ખર્ચ વગર સાદાઈથી યોજાયેલા આ લગ્નનો પ્રસ્તાવ આયોજકોએ મૂક્યો હતો, જેને વર-કન્યા પક્ષે સહર્ષ સ્વીકારી લીધો હતો. કથામાં ઉપસ્થિત હજારો શ્રોતાઓ આ લગ્નમાં માંડવિયા અને જાનૈયા બન્યા હતા.મહાનુભાવોની ઉપસ્થિતિઆ કથા મહોત્સવમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી મોહનભાઈ કુંડારીયા, સાંસદ પૂનમબેન માડમ (જામનગર), ધારાસભ્ય દુર્લભભાઈ દેથરીયા (ટંકારા), ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા (કાલાવડ), પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ કગથરા, ડાયાભાઈ ભીમાણી, મોરબી મેયર ઉત્તમભાઈ સુરાણી, જયંતીભાઈ રાજકોટિયા, પાટીદાર સમાજના અગ્રણીઓ જેરામભાઈ વાંસજાળિયા, બી.એચ. ઘોડાસરા, ડાયાભાઈ ભીમાણી, બેચરભાઈ હોથી, એ કે પટેલ, જેઠાલાલ અઘારા, રાઘવજીભાઈ ગડારા, ઉદ્યોગપતિ બાબુભાઈ ગડારા, એસ.પી. મુકેશભાઈ પટેલ સહિતના અનેક રાજકીય અને સામાજિક મહાનુભાવોએ હાજરી આપી હતી, જેઓનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.રાત્રિના સમયે સંતવાણી, રાસ ગરબા અને નાટક જેવા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા હતા. આ સાથે 2026 ના તેજસ્વી વિદ્યાર્થીઓનું અને દાતાઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. સમસ્ત કાસુંદ્રા પરિવાર (ગુજરાત) ના પ્રમુખ પ્રાણજીવનભાઈ કાસુંદ્રાના માર્ગદર્શન હેઠળ યુવાનોએ આ મહોત્સવને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ઉદ્યોગપતિ ચંદુભાઈ કાસુંદ્રાએ અને આભારવિધિ હરિભાઈ કાસુંદ્રાએ કરી હતી.#Morbi #MorbiUpdate #MorbiNews #Amran #KasundraParivar #BhagwatKatha #Gaushala #BloodDonation #IdealMarriage #PatidarSamaj