છેલ્લા 21 વર્ષથી યોજાતી સ્પર્ધામાં 5 વર્ષથી ઉપરની કોઈપણ વ્યક્તિ ભાગ લઈ શકશે : તમામ સ્પર્ધકો અને વાલીઓ માટે વિનામૂલ્યે ભોજન વ્યવસ્થામોરબી અપડેટ : મોરબીમાં છેલ્લા એકવીસ વર્ષથી કાર્યરત ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન (બાળ વિકાસ મંડળ) દ્વારા આગામી તારીખ 27 ડિસેમ્બરને રવિવારના રોજ ભવ્ય 'ઓપન ગુજરાત ડાન્સ કોમ્પિટિશન' નું આયોજન કરવામાં આવ્યું છે.આ સ્પર્ધામાં 5 વર્ષથી ઉપરની કોઈપણ ઉંમરની વ્યક્તિ ભાગ લઈ શકશે. સ્પર્ધામાં ભાગ લેનાર તમામને શિલ્ડ અને સર્ટીફીકેટ આપી સન્માનિત કરવામાં આવશે, તેમજ વિજેતા સ્પર્ધકોને અલગથી વિશેષ શિલ્ડ એનાયત કરવામાં આવશે. આયોજકો દ્વારા તમામ સ્પર્ધકો, તેમની સાથે આવનાર વાલી-પેરેન્ટ્સ તથા પ્રેક્ષકો માટે વિનામુલ્યે ભોજનની સુંદર વ્યવસ્થા પણ કરવામાં આવશે.સ્પર્ધકોનો ઉત્સાહ વધારવા અને તેમને પ્રોત્સાહિત કરવા માટે આ કાર્યક્રમમાં ફિલ્મી કલાકારો અને ડાયરેક્ટરો ખાસ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત મોરબીના ઉદ્યોગપતિઓ, વેપારીઓ, સમાજ શ્રેષ્ઠીઓ, પત્રકારો અને મીડિયા કર્મીઓનો પણ આ સ્પર્ધાને સાથ-સહકાર મળી રહ્યો છે.જે સ્પર્ધકો આ ડાન્સ કોમ્પિટિશનમાં ભાગ લેવા ઈચ્છતા હોય તેમણે ફોર્મ મેળવવા માટે 'ઓફીસ નં. 216, બીજા માળે, ટ્રેડ સેન્ટર, વી. સી. હાઈસ્કુલ પાછળ, મોરબી' ખાતે સંપર્ક કરવાનો રહેશે. વધુ માહિતી માટે પ્રમુખ રામ મહેતા (99047 98048), પ્રોગ્રામ ઓર્ગેનાઈઝર પ્રતિકભાઈ મંડિર (63562 62625) અથવા લાલજીભાઈ મહેતા (95257 90412) નો સંપર્ક સાધી શકાશે.#Morbi #ChildrenDevelopmentFoundation #DanceCompetition #OpenGujaratDanceCompetition #MorbiEvents #MorbiUpdate #MorbiNews