પરિવારમાં ખુશીનો માહોલ; પરિવાર જનોએ એકબીજાના મોં મીઠા કરાવી લાઈવ મેચ નિહાળીમોરબી અપડેટ : ટંકારાના કલ્યાણપુરના વતની આર્યન સવસાણીએ અંડર 19 એશિયા કપમાં ભારત-પાકિસ્તાન વચ્ચેની ફાઇનલ મેચ રમી સમગ્ર મોરબીનુ ગૌરવ વધાર્યું છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે અંડર-19 એશિયા કપની ફાઈનલ મેચ રમાઈ રહી છે ત્યારે ભારતીય ટીમનો ઓલરાઉન્ડર ખેલાડી આર્યન સવસાણી મૂળ મોરબીના ટંકારા તાલુકાના કલ્યાણપુર ગામનો વતની છે. જોકે હાલ રાજકોટ રહેતા તેના પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આર્યનના માતા-પિતા સહિતના પરિવારજનોએ એકબીજાના મોં મીઠા કરાવી અને લાઈવ ક્રિકેટ મેચ નિહાળી હતી.અર્જુનની જેમ માત્ર લક્ષ્ય પર ધ્યાનઆર્યનના પિતા દિનેશભાઈએ જણાવ્યું હતું કે અર્જુનને જેમ માત્ર પક્ષીની આંખ દેખાતી હતી, તેમ આર્યનને પણ માત્ર બોલ અને બેટ જ દેખાતા હતા. તેના જ પરિણામે તે આજે ઇન્ડિયા ટીમ સુધી પહોંચવામાં સફળ રહ્યો છે. નાની વયના કે સામાન્ય પરિવારમાંથી આવતા યુવાનો નેશનલ લેવલ સુધી ન પહોંચી શકે તેવી માન્યતાને આર્યને ખોટી સાબિત કરી દીધી છે.આર્યન છેલ્લા 10 વર્ષથી ક્રિકેટ ક્ષેત્રે પૂરી પ્રતિબદ્ધતા અને સમર્પણ સાથે આગળ વધી રહ્યો છે. તે દરરોજ 7 થી 8 કલાક નિયમિત પ્રેક્ટિસ અને જીમનું સેશન કરે છે. આર્યને છેલ્લા 10 વર્ષથી સુરેન્દ્રનગરની ‘બાલભવન ક્રિકેટ એકેડેમી’માં કોચ આસિફ સર સૈયદના માર્ગદર્શન હેઠળ કોચિંગ મેળવ્યું છે. આ ઉપરાંત હિતેશ સર અને મોઇન સર તેના સહાયક કોચ તરીકે સેવા આપી રહ્યા છે. ડિસ્ટ્રિક્ટ સુરેન્દ્રનગરમાં રમવાની શરૂઆત કર્યા બાદ કોચ જે.ડી. ધામેચા, રાજુ રાવળ, બીટુભાઈ અને પ્રભુભાઈ તરફથી પણ તેને સખત મહેનત અને મોટો સહકાર મળ્યો છે.પરિવારના પ્રસંગો કરતા ક્રિકેટને આપી પ્રાથમિકતામાતા રંજનબેને જણાવ્યું કે આર્યન 5 વર્ષનો હતો ત્યારથી શેરી-ગલીમાં ક્રિકેટ રમતો હતો અને 9 વર્ષનો હતો ત્યારથી પોતે એકેડેમીમાં જાય છે. ઘરના કોઈ પણ લગ્ન પ્રસંગ હોય તો પણ તે ક્રિકેટ મેચને પ્રથમ પ્રાયોરિટી આપે છે જે ક્રિકેટ પ્રત્યેનું તેનું કમિટમેન્ટ બતાવે છે. તેનો આત્મવિશ્વાસ ભરપૂર છે, ઈશ્વરમાં શ્રદ્ધા છે અને ડિસિપ્લિન બહુ સરસ છે. ઇન્ટરનેશનલ લેવલે પહોંચવાનું તેનું સ્વપ્ન આજે પરિપૂર્ણ થતાં પરિવારમાં ભારે આનંદ છે.#Morbi #MorbiUpdate #Tankara #AryanSavsani #Under19AsiaCup #IndiaVsPakistan #CricketNews #GujaratPride