ઉત્તર ભારતમાં હિમવર્ષા અને ગુજરાતમાં ઝાકળવર્ષાની આગાહી, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વાતાવરણ પલટાશેમોરબી અપડેટ : બંગાળની ખાડીમાં સતત બીજી વખત ચક્રવાતી વાવાઝોડાની સિસ્ટમ સક્રિય થવાના એંધાણ મળી રહ્યા છે. હવામાન નિષ્ણાતની આગાહી મુજબ, આગામી દિવસોમાં ખાડીમાં લો-પ્રેશર સિસ્ટમ મજબૂત બનીને 'અકવાન' વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરી શકે છે. બીજી તરફ, ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થવાની અને તેની અસરરૂપે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાતાવરણ પલટાવાની શક્યતા છે.ટંકારાના નાના ખીજડીયા ગામના હવામાન નિષ્ણાત રમેશ બસીયાના જણાવ્યા અનુસાર, આવતીકાલથી દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડીમાં લો-પ્રેશર સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે. આ સિસ્ટમ 14 નવેમ્બરે વધુ મજબૂત બની વેલ માર્ક્ડ લો પ્રેશરમાં અને ત્યારબાદ 15 નવેમ્બરે ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે. આ સિસ્ટમ પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ દિશામાં આગળ વધીને 17 નવેમ્બરની આસપાસ મધ્ય-પશ્ચિમ બંગાળની ખાડીમાં 'અકવાન' (AKVAN) નામના ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત થઈ શકે છે.એક તરફ બંગાળની ખાડીમાં વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે, તો બીજી તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરથી ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં હવામાન બદલાશે. આગામી 3 થી 4 દિવસ દરમિયાન લદ્દાખ, શ્રીનગર અને હિમાચલ પ્રદેશના ઊંચાઈવાળા વિસ્તારોમાં મધ્યમથી ભારે હિમવર્ષાની શક્યતા છે, જ્યારે પંજાબ, હરિયાણા અને રાજસ્થાનના કેટલાક મેદાની વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે.ઉત્તર ભારતમાં હવામાન પલટાની અસર ગુજરાતમાં પણ જોવા મળશે. 14 થી 16 નવેમ્બર દરમિયાન રાજસ્થાનને અડીને આવેલા કચ્છ અને ઉત્તર ગુજરાતના સીમિત વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને છૂટાછવાયા છાંટા પડવાની પણ શક્યતા છે, જોકે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની કોઈ આગાહી નથી. આગામી દિવસોમાં કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ઝાકળવર્ષા (ધુમ્મસ) છવાયેલું રહેશે. વધુમાં, 15 નવેમ્બર બાદ તાપમાનમાં ઘટાડો થતાં ઠંડીનો ચમકારો વધવાની પૂરી સંભાવના છે.#Morbi #MorbiNews #WeatherUpdate #CycloneAkvan #BengalBay #Monsoon #WinterUpdate #GujaratWeather #MorbiUpdates